સુરત : રીક્ષામાં બેસાડી પેસેન્જરોની નજર ચૂકવી સામાન તફડાવતો ચોર ઝડપાયો, જુઓ વીડિયો
સુરત: રીક્ષામાં બેસાડી પેસેન્જરોની નજર ચૂકવી ચોરી કરતો આરોપી સકંજામાં આવ્યો છે. ઝડપાયેલ આરોપી મુસાફરોની નજર ચૂકવી રૂપિયા અને દાગીના ચોરતી ગેંગનો સાગરીત છે. ધરપકડ કરાયેલ શખ્શ આસિફ અઝીજ શેખ છે જેની ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ હાથ ધરી છે.

આરોપી તેના 3 સાગરીતોની સાથે રીક્ષા લઈને ચોરીના ગુનાને અંજામ આપે છે. વરાછા, કાપોદ્રા, પુણા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ગુનાને ઘટનાને અંજામ આપતા હતા. આરોપીએ આ વિસ્તારોમાં 7થી 8 ગુના આચર્યા હોવાની કબુલાત કરી છે. આરોપી પાસેથી દાગીના અને રોકડ મળી 4.50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. અગાઉ આરોપી સુરતમાં અનેક કેસમાં પકડાઈ ચૂક્યો છે
ભાવનગર, અમદાવાદ અને રાજકોટમાં બે વખત પાસા હેઠળ આરોપી જેલમાં મોકલાયો હતો.