Junagadh Rain : નવરાત્રીમાં વરસાદી વિઘ્ન ! કેશોદમાં પંથકમાં વરસાદ વરસતા ખેલૈયાઓમાં નિરાશા, જુઓ Video
ગુજરાતભરમાં ખેલૈયાઓ નવરાત્રીની મજા માણી રહ્યાં છે. લોકો હર્ષ ઉલ્લાસ સાથે આખી આખી રાત ગરબાના તાલે ઘૂમતા હોય છે. ત્યારે વરસાદે નવરાત્રીના રંગમાં ભંગ પાડ્યો હોવાની સ્થિતિ સર્જાઈ છે.
ગુજરાતભરમાં ખેલૈયાઓ નવરાત્રીની મજા માણી રહ્યાં છે. લોકો હર્ષ ઉલ્લાસ સાથે આખી આખી રાત ગરબાના તાલે ઘૂમતા હોય છે. ત્યારે વરસાદે નવરાત્રીના રંગમાં ભંગ પાડ્યો હોવાની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢના કેશોદમાં વરસાદ વરસ્યો છે. સમગ્ર પંથકમાં રાત્રી દરમિયાન વરસાદ વરસતા ખેલૈયાઓ નિરાશ થયા છે.
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ !
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન કરવામાં આવ્યુ છે. અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આગામી 14 ઓક્ટોબરથી વરસાદી રાઉન્ડ શરૂ થઈ શકે છે. બંગાળની ખાડીમાં વાવાઝોડની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં વરસાદ પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તો અમદાવાદમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.