હવે દારુ પણ નકલી ! કડીમાંથી ઝડપાઇ નકલી દારૂ બનાવતી ફેક્ટરી, જુઓ Video
હવે તો ગુજરાતમાં નકલીની ભરમાર વચ્ચે નકલી દારુ પકડાયો છે. મહેસાણામાંથી મેડ ઈન કડીનો નકલી દારુ ઝડપાયો છે. કડીમાંથી નકલી દારુ બનાવતી ફેકટરી ઝડપાઈ છે. કડીના અચરાસણના ખેતરમાં નકલી દારુ બનાવવાની ફેકટરી ચાલતી હતી.
ગુજરાતમાંથી નકલી પોલીસ, નકલી વકીલનો તો પર્દાફાશ થયો હતો. પરંતુ હવે તો ગુજરાતમાં નકલીની ભરમાર વચ્ચે નકલી દારુ પકડાયો છે. મહેસાણામાંથી મેડ ઈન કડીનો નકલી દારુ ઝડપાયો છે. કડીમાંથી નકલી દારુ બનાવતી ફેકટરી ઝડપાઈ છે. કડીના અચરાસણના ખેતરમાં નકલી દારુ બનાવવાની ફેકટરી ચાલતી હતી.
ખેતરમાં નાની ઓરડીમાં નકલી દારુ બનાવતા હતા.નાની ઓરડીમાં 2 ઈસમો ડુપ્લીકેટ વિદેશી દારુ બનાવતા હતા. ડુપ્લીકેટ વિદેશી દારુ ભરેલી બોટલો અને ખાલી બોટલો ઝડપાઈ હતી. જો કે આલ્કોહોલ અને 100 લીટરથી વધુ ડુપ્લીકેટ દારુ ઝડપાયો છે. પોલીસે બાતમીના આધારે ફેકટરીમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી 2 શખ્સોની ધરપકડ કરી હતી.
1.39 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
બીજી તરફ ગાંધીનગરમાંથી 1.39 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે. SMCના સેક્ટર 15 ફતેહપુરામાં દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે બુટલેગર પિન્ટુ ગુલાબસિંહની ધરપકડ કરવામાં આવી છે. દારૂની 288 બોટલ સહિત 1.49 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી પિન્ટુ ઘણા સમયથી ખુલ્લેઆમ દારૂનો વેપાર કરતો હતો. દરોડા દરમિયાન આરોપી નરેશ રાવલ ફરાર થયો. જેની શોધખોળ પોલીસે હાથ ધરી છે.