ડાયમંડ બુર્સ અંગે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાનું નિવેદન, સુરત હવે ખરા અર્થમાં ગ્લોબલ સિટી બનશે- વીડિયો

|

Dec 17, 2023 | 11:07 PM

સુરતમાં પીએમ મોદીએ આજે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યુ છે. આ તકે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યુ કે સુરત પહેલાથી હિરા ઉદ્યોગમાં ટોચ પર રહ્યુ છે અને વિશ્વમાં બનતા 100માંથી 90 હિરાનુ સુરતમાં કટિંગ થાય છે. ડાયમંડ બુર્સ બનતા હવે સુરતમાં આર્થિક ગતિવિધિઓ વધશે અને સુરત ગ્લોબલ સિટી બનશે.

વતનની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સુરતને બે મોટી ભેટ આપી. વિશ્વ ફલક પર ભારતના સંકલ્પના પ્રતિક સમા ડાયમંડ બુર્સનું પીએમ મોદીએ ઉદ્દઘાટન કર્યુ. એ પહેલા પીએમ મોદીએ ઈન્ટરનેશનલ ઍરપોર્ટનું ટર્મિનલને લીલી ઝંડી આપી હતી. પીમ મોદીએ ડાયમંડ બુર્સને મોદી ગેરંટીનુ ઉત્તમ ઉદાહરણ ગણાવ્યુ.

વિશ્વમાં બનતા 100 હિરામાંથી 90 હિરાનું કટિંગ સુરતમાં થાય છે- રૂપાલા

આ તકે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ tv9 સાથેની વાતચીતમાં જણાવ્યુ કે દુનિયામાં બનતા 100માંથી 90 હિરા સુરતમાં કટિંગ થાય છે. સુરત પહેલાથી જ હિરા ઉદ્યોગમાં ટોચ પર રહ્યુ છે. હિરાના વેપાર માટે અને રફની ખરીદી માટે હિરા કારોબારીઓને અન્ય કેન્દ્રો પર આધારિત રહેવુ પડતુ હતુ. જો કે હવે સુરતમાં ડાયમંડ બુર્સ બની જતા ઉદ્યોગકારોએ એ તમામ ગતિવિધિ ઘર આંગણે કરી શકશે. વેપારીઓએ પહેલા ટ્રેડિંગ માટે અન્ય શહેર અને દેશ પર નિર્ભર રહેવુ પડતુ હતુ જે હવે નહીં રહેવુ પડે. સુરતમાં જ ટ્રેડિંગ કરી શકશે.

સુરત ખરા અર્થમાં ગ્લોબલ સિટી બનશે- રૂપાલા

રૂપાલાએ જણાવ્યુ કે ડાયમંડ બુર્સ તૈયાર થતા હવે સુરતમાં આર્થિક ગતિવિધિ વધશે. જેના કારણે ડ્રીમ સિટી સુરત હવે ખરા અર્થમાં ગ્લોબલ સિટી બનશે. તેમણે કહ્યુ પહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ રહેતો હતો હવે વેપારીઓએ સંપૂર્ણ વેપાર સુરતથી જ કરી શકશે.

આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસ માટે દિલ્લીમાં મંથન, રાહુલ-ખરગેની અધ્યક્ષતામાં ગુજરાત કોંગ્રેસ પોલિટિકલ અફેર્સ કમિટીની મળી બેઠક

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video