બનાસકાંઠાઃ સરહદી વિસ્તારમાં કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યાં, વળતરની માંગ

| Edited By: | Updated on: Feb 18, 2024 | 10:42 AM

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ખેડૂતો સિંચાઈના પાણીની સમસ્યા સાથે જ કેનાલમાં ગાબડાં પડવાની સમસ્યાથી પરેશાન છે. ખેડૂતોને ઉભા પાકમાં કેનાલના ગાબડાંના પાણી ફરી વળવાને લઈ નુક્સાન વેઠવું પડી રહ્યું છે. થરાદની ભોરોલ માઈનોર કેનાલ ઓવરફ્લો થવાને લઈ કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા.

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ખેડૂતો કેનાલ ઓવરફ્લો અને ગાબડાં પડવાને લઈ પરેશાન છે. થરાદ વિસ્તારમાં આવી જ રીતે શનિવારે કેનાલ ઓવરફ્લો થવાને લઈ ખેડૂતોએ તૈયાર પાકમાં નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે. થરાદની ભોરોલ માઈનોર કેનાલ-2 ઓવરફ્લો થવાને લઈ ખેતરમાં પાણી ફરી વળતા નુક્સાન સર્જાયું છે.

આ પણ વાંચો: પ્રાંતિજમાં બે જૂથ વચ્ચે અથડામણમાં હત્યાનો મામલો, પોલીસે વધુ 9 આરોપીઓ ઝડપ્યા

કેનાલ ઓવરફ્લો થતા પાણી ખેતરમાં ફરી વળવાને લઈ રાયડો, જીરું અને ઘઉં સહિતના રવિ સિઝનના પાકમાં નુક્સાન સર્જાયું છે. સ્થાનિક ખેડૂતોએ પણ આ સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે અનેકવાર રજૂઆતો કરી છે. મોંઘાદાટ બિયારણથી તૈયાર થયેલ પાક નુક્સાન થવાને લઈ ખેડૂતોએ વળતરની માંગ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો