Gujarati Video: ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યપ્રધાનને કરી અપીલ, ‘ધ કેરલ સ્ટોરી’ને ગુજરાતમાં કર મુક્ત કરવા માગ

| Edited By: | Updated on: May 15, 2023 | 4:08 PM

Ahmedabad News : ગઇકાલે પણ ધારાસભ્ય ચૈતન્યસિંહે ફિલ્મને કરમુક્ત કરવાની માગ સાથેનો મુખ્યપ્રધાનને પત્ર લખ્યો હતો. ધારાસભ્ય શૈલેષ મહેતાએ તેમના પત્રને ટેકો જાહેર કર્યો છે.

‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મ રીલીઝ થયા બાદથી જ ખૂબ ચર્ચામાં છે. ત્યારે વડોદરાના ડભોઇ ખાતેના ધારાસભ્યએ શૈલેષ મહેતાએ ફિલ્મને કરમુક્ત કરવા માટે માગ કરી છે. ‘ધ કેરલા સ્ટોરી’ (The Kerala Story) વધુમાં વધુ મહિલાઓને બતાવવા માટે આયોજન કરવા માટેની પણ મુખ્યપ્રધાનને અપીલ કરી છે. ગઇકાલે પણ ધારાસભ્ય ચૈતન્યસિંહે ફિલ્મને કરમુક્ત કરવાની માગ સાથેનો મુખ્યપ્રધાનને પત્ર લખ્યો હતો. ધારાસભ્ય શૈલેષ મહેતાએ તેમના પત્રને ટેકો જાહેર કર્યો છે અને વધુમાં વધુ લોકો આ ફિલ્મ જોઇ શકે તે માટેની માગ કરી છે. આ ફિલ્મ મારફતે મહિલાઓમાં જાગૃતતા લાવી શકાય છે તેવી રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો- Tender Today : દૂધસાગર ડેરીના વિવિધ પશુ આહાર ઉત્પાદનોની ભંગાર વસ્તુઓના વેચાણ માટે ઇ-ટેન્ડર જાહેર

 વડોદરા સહિત ગુજરાત શહેરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 15, 2023 04:07 PM