જૂનાગઢમાં મહાશિવરાત્રિએ જામ્યો ભક્તિનો માહોલ, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ, જુઓ Video
જૂનાગઢની ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રિના મેળાના ચોથો દિવસે ભવનાથ મંદિરમાં ભાવિકોની વહેલી સવારથી ભારે ભીડ જોવા મળી રહી છે. ભવનાથ મહાદેવના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી રહ્યા છે. હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ પરિસર ગુંજી ઉઠ્યું છે.
જૂનાગઢ ભવનાથ મહાદેવ મંદિર પરિસરમાં મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી થઇ રહી છે. ભવનાથમાં ભક્તોનું કિડીયારુ ઉભરાયું છે. દૂર દૂરથી લોકો ભવનાથ તળેટીમાં દર્શન કરવા ઉમટ્યા છે. અહીં આવતા લોકો મહાશિવરાત્રિના મેળાની મજા સાથે ભગવાન શિવના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.
જૂનાગઢની ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રિના મેળાના ચોથો દિવસે ભવનાથ મંદિરમાં ભાવિકોની વહેલી સવારથી ભારે ભીડ જોવા મળી રહી છે. ભવનાથ મહાદેવના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી રહ્યા છે. હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ પરિસર ગુંજી ઉઠ્યું છે. ત્રણ દિવસમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ અહીં દર્શન કર્યા છે.આજે પણ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરે તેવી શક્યતા છે. મહાશિવરાત્રિ નિમિત્તે આજે રાત્રે નાગા સાધુઓની રવાડી નિકળવાની છે.રવાડી બાદ સાધુ સંતો મૃગી કુંડમાં સ્નાન કરવાના છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો