Gujarati Video : વાઘોડિયાના ધારાસભ્યના સમર્થક કિરીટસિંહ જાડેજાની દાદાગીરી, ભાજપના આગેવાનને માર્યો લાફો
કિરીટસિંહ જાડેજાએ ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય અને આરોગ્ય સમિતિના ચેરમેન નિલેશ પુરાણીને લાફો માર્યો છે. વાઘોડિયા ગામના વાઘનાથ મહાદેવ તળાવના બ્યુટીફીકેશન મુદ્દે વિવાદ ચાલતો હતો.
વડોદરા જિલ્લાના વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના સમર્થક કિરીટસિંહ જાડેજાની દાદાગીરી સામે આવી છે. કિરીટસિંહ જાડેજાએ ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય અને આરોગ્ય સમિતિના ચેરમેન નિલેશ પુરાણીને લાફો માર્યો છે. વાઘોડિયા ગામના વાઘનાથ મહાદેવ તળાવના બ્યુટીફીકેશન મુદ્દે વિવાદ ચાલતો હતો.
ભાજપના આગેવાનને માર્યો લાફો
ધારાસભ્ય ધર્મેન્દ્ર વાઘેલાએ નિલેશ પુરાણીને વાઘોડિયા તળાવ પર મળવા બોલાવ્યા હતા. અહીં બોલાચાલી થતા કિરીટસિંહ જાડેજાએ ઉશ્કેરાઈે નિલેશ પુરાણીને લાફો માર્યો હતો. આ મારામારી મુદ્દે કિરીટસિંહ જાડેજા સામે વાઘોડિયા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે. કિરીટસિંહ જાડેજા કરજણ બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હતા. અને કરજણના તત્કાલિન પીઆઈ અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલ હત્યા કેસમાં પણ કિરીટસિંહની ધરપકડ થઈ હતી.
સ્વીટી પટેલ હત્યા કેસમાં કિરીટસિંહની ધરપકડ થઈ હતી
આ અગાઉ વડોદરાના સ્વીટી પટેલ મર્ડર કેસમાં બંને આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. વડોદરા ગ્રામ્યના પૂર્વ પીઆઈ અજય દેસાઈ અને કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ જાડેજા વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરજણની કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…