પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા ગુજરાત કોંગ્રેસ દ્વારા છબી સુધારવાનો પ્રયાસ, અમિત ચાવડાએ શાહપુર સ્થિત રામ મંદિરમાં કરી પૂજા-અર્ચના- વીડિયો 

| Edited By: | Updated on: Jan 17, 2024 | 12:00 AM

અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવા માટેલુ મળેલુ આમંત્રણનો અસ્વીકાર કરનારી કોંગ્રેસ ગુજરાતમાં છબી સુધારવાનો પ્રયાસ કરતી હોય તેવુ જોવા મળી રહ્યુ છે. અમિત ચાવડા અમદાવાદમાં શાહપુર સ્થિત રામ મંદિરમાં દર્શન કર્યા અને આરતીનો પણ લ્હાવો લીધો હતો. 

એક તરફ કોંગ્રેસ હાઇકમાન્ડે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભાજપનો રાજકીય કાર્યક્રમ ગણાવી તેમાં સામેલ થવાનો ઇનકાર કર્યો છે. જ્યારે બીજી તરફ ગુજરાતમાં જ કોંગ્રેસના નેતાઓમાં મતભેદ જોવા મળી રહ્યો છે. અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર અને હેમાંગ રાવલે હાઇકમાન્ડના વલણ સામે સવાલો ઉઠાવ્યા છે. હવે અન્ય નેતાઓએ પણ રામ પ્રત્યે જનમાનસમાં રહેલી કોંગ્રેસની છાપ સુધારવા કવાયત શરૂ કરી છે.

પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ અમદાવાદના શાહપુર સ્થિત રામ મંદિરમાં દર્શન કર્યા. અમિત ચાવડાએ કોંગ્રેસના કાર્યકરો સાથે શાહપુરના 200 વર્ષ જૂના રામ મંદિરમાં પૂજા-અર્ચના કરી તેમજ આરતીનો લહાવો પણ લીધો. કોંગ્રેસે રામ મંદિર મહોત્સવનું આમંત્રણ ફગાવ્યું તે મુદ્દે ભાજપ તેને ઘેરી રહી છે. ત્યારે ચૂંટણીમાં આ મુદ્દો કોંગ્રેસને ભારે પડી શકે છે તેવી ભીતિ પણ નેતાઓને રહેલી છે.

આ પણ વાંચો: લેભાગુથી ચેતજો, હવે અયોધ્યા રામ મંદિરના પ્રસાદ અને VIP દર્શનની નકલી જાહેરાત થઈ વાયરલ

રામના દર્શને આવેલા અમિત ચાવડાએ રામ પ્રત્યે આસ્થા વ્યક્ત કરી. સાથે જ આ મુદ્દે ભાજપ પર પ્રહાર કરવાનું પણ ન ચૂક્યા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો