લેભાગુથી ચેતજો, હવે અયોધ્યા રામ મંદિરના પ્રસાદ અને VIP દર્શનની નકલી જાહેરાત થઈ વાયરલ

| Edited By: | Updated on: Jan 16, 2024 | 11:46 PM

અમદાવાદ: હવે અયોધ્યા રામ મંદિરના પ્રસાદ અને VIP દર્શનની નકલી જાહેરાત સામે આવી છે. VHP પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે ટ્વીટ કરી જાણકારી આપી છે. આ વેબસાઈટ જાહેરાત દ્વારા પ્રસાદ અને VIP દર્શનના નામે લોકોને ગેરમાર્ગે દોરી રહી છે.

લો બોલો હવે અયોધ્યાના નામે રામ મંદિરના પ્રસાદ અને VIP દર્શનની નકલી જાહેરાત સામે આવી છે. વીએચપીના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે ટ્વીટ કરી આ જાણકારી આપી છે અને લેભાગુઓથી સાવધાન રહેવા જણાવ્યુ છે. કેટલાક લેભાગુઓએ રામ મંદિરના પ્રસાદ અને VIP દર્શનની વેબસાઈટ પર જાહેરાત શેર કરી છે. વીએચપી પ્રવક્તા હિતેન્દ્રસિંહે ભાવિકોને છેતરતી કંપનીઓથી સાવધ રહેવાની સલાહ આપી છે.

આ પણ વાંચો : ગુજરાત રંગાયુ શ્રીરામના રંગમાં, અનેક શહેરોમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને શરૂ થઈ વિશેષ તૈયારીઓ અને ઉજવણી- વીડિયો

હિતેન્દ્રસિંહે જણાવ્યુ છે કે VHP અને શ્રી રામ તીર્થ દ્વારા આ પ્રકારની કોઈ જ વ્યવસ્થા કરાઈ નથી. તેમણે ગેરમાર્ગે દોરતી પ્રોડક્ટ અને જાહેરાત બંધ કરવાની પણ ચેતવણી આપી છે. જાહેરાત બંધ નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી કરવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો