Cyclone Biporjoy : મોરબીમાં વાવાઝોડાને કારણે વીજપોલ ધરાશાયી, અનેક ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો, જુઓ Video

| Edited By: | Updated on: Jun 16, 2023 | 12:16 AM

મોરબી નવલખી જિલ્લામાં ભારે પવનથી નુકશાન થયું છે. જિલ્લામાં 153 જેટલા વીજપોલ ધરાશાયી થયા છે. 34 જેટલા વીજપોલને ફરી કાર્યરત કરવામાં આવ્યા છે. 32 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે.

Cyclone Biporjoy : બિપરજોયના કહેરની કચ્છમાં શરૂઆત થઈ ગઈ છે. તોફાની પવન સાથે અહીં ધોધમાર વરસાદ (heavy rain) વરસી રહ્યો છે. ત્યારે મોરબીમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી. અહીં ભારે પવનના કારણે અનેક જગ્યાએ વીજપોલ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે. વીજ પુરવઠો ફરી શરૂ કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. મોરબી જિલ્લાની વાત કરવામાં આવે તો ભારે પવનને પગલે ખુબજ નુકસાન થયું છે. જિલ્લામાં 153 જેટલા વીજપોલ ધરાશાયી થયા છે તો બીજી તરફ 34 જેટલા વીજપોલને ફરી કાર્યરત કરવામાં આવ્યા. 32 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે.

આ પણ વાંચો: મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બિપરજોય વાવાઝોડાની રિયલ ટાઈમ સ્થિતિની કરાઈ સમીક્ષા, શું છે કચ્છની સ્થિતિ, જુઓ Video

બિપરજોય વાવાઝોડું ગુજરાતના કાંઠા નજીક છે. જો કે તોફાન ટકરાય તે પહેલા સમગ્ર ગુજરાતે વાવાઝોડાનું ટ્રેલર જોઈ લીધુ છે. રાજ્યના 1600 કિલોમીટરના દરિયાકાંઠા પર તેની અસર દેખાવા લાગી છે. દરિયાકાંઠા વિસ્તારમાં અતિભારે પવન ફૂંકાવાને કારણે અનેક સ્થળો પર વૃક્ષો, વીજપોલ અને શેડ ધરાશાયી થયાં છે. ઓખામાં દરિયો તોફાની બનતાં કાંઠા પરની દીવાલ તૂટી ગઈ હતી. ઓખાના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો