કબૂતર બાજી મામલે હવે CID ક્રાઈમની તપાસનો ધમધમાટ શરુ થયો છે. આ મામલે હવે સીઆઈડીએ દુબઈની ટિકિટથી લઈને મુસાફરી અંગેની છેલ્લા છ મહિનાની વિગતો તપાસવામાં આવી રહી છે. ફ્રાન્સમાં જે વિમાન રોકવામાં આવ્યુ હતુ, એ મામલે પણ વિગતો મોટા પ્રમાણમાં એકઠી કરવામાં આવી છે. જેમાં ગુજરાતી પેસેન્જરો અને એજન્ટોની રજે રજની વિગતો એકઠી કરવામાં આવી છે.
CID ક્રાઈમના SP સંજય ખરાતે મીડિયાને જણાવ્યુ હતુ, અમુક એજન્ટના નામ સામે આવ્યા છે. જેમાં તપાસ કરતા ગુજરાતથી અમુક ફ્લાઈટ નિકળી હતી. જેમાં કયા એજન્ટે શું ભૂમિકા ભજવી હતી, કેટલા પેસેન્જર મોકલ્યા હતા એ વિગતો પણ મેળવવામાં આવી છે. તેમજ રુટને લઈને પણ વિગતો મળી હોવાનું જણાવ્યુ હતુ. આ મામલામાં ઇન્વેસ્ટર સામેલ હોવાનું ખુલ્યું છે અને એ દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે.
Published On - 5:20 pm, Wed, 3 January 24