કેન્દ્ર સરકારનું વચગાળાનું બજેટ મોંઘવારી, બેરોજગારી અને અસમાનતા વધારનારુ નિરાશાજનક બજેટ: ગુજરાત કોંગ્રેસ

|

Feb 02, 2024 | 8:57 PM

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર સરકારના વચગાળાના બજેટને નિરાશાજનક બજેટ ગણાવ્યુ. શક્તિસિંહે જણાવ્યુ કે આ કેન્દ્ર સરકારનું આ બજેટ બેરોજગારી અને અસમાનતા વધારનારુ બજેટ છે. તેમણે કહ્યુ મહિલાઓ, યુવાનો, ખેડૂતો, નાના વેપારીઓ અને નાના ઉદ્યોગકારો માટે અત્યંત નિરાશાજનક આ બજેટ છે.

કેન્દ્ર સરકારના વચગાળાના બજેટને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે તેમની પ્રતિક્રિયા આપી છે. શક્તિસિંહે બજેટ અંગે જણાવ્યુ કે આ બજેટની જાહેરાતોમાં શબ્દોની સજાવટ છે પરંતુ જાહેરાતોને પરીપૂર્ણ કરવા નાણાંની ફાળવણી જોવા મળી નથી. વધુમાં શક્તિસિંહે જણાવ્યુ કે ગુજરાતમાં હિરા ઉદ્યોગની છેલ્લા ઘણા સમયથી માગ છે કે ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવામાં આવે. હિરા ઉદ્યોગ દિવાળી સમયથી મંદીમાં સપડાયો છે. છતા ઈમ્પોર્ટ ડ્યુટીમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી.

‘ભાજપની સરકારનું વચગાળાનુ બજેટ કોઈપણ પ્રકારની રાહત આપનારુ નથી’

શક્તિસિંહે બજેટને નિરાશાજનક ગણાવતા મોંઘવારી, બેરોજગારી, અસમાનતા વધારનારુ ગણાવ્યુ છે. તેમણે કહ્યુ 2014 થી 2024ના 10 વર્ષના સમયગાળામાં બજેટમાં વચનો આપવામાં આવ્યા પણ મોટાભાગની યોજનાના અમલીકરણ પાછળ કોઈ જ ધ્યાન આપવામાં આવ્યુ નથી. અનેક યોજનાઓમાં માત્ર પાંચ ટકાથી 35 ટકા સુધીનો જ ખર્ચ થયો છે. તેમણે કહ્યુ દેશની સૌથી મોટી બે સમસ્યા મોંઘવારી અને બેરોજગારી બંને બાબતો માટે આ બજેટમાં કોઈ નક્કર આયોજન જોવા મળતુ નથી. જુદી-જુદી યોજનાઓના અમલીકરણ અને પરિણામોથી પ્રભાવિત કરી શકાય તેમ નથી. એટલે સતત આંકડાઓથી પ્રભાવિત કરવાનો વધુ એક પ્રયાસ વચગાળાના બજેટમાં જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો:આત્મવિશ્વાસથી ભરેલુ મોદી સરકારનું વચગાળાનુ બજેટ: કેમ પૂર્ણ વિશ્વાસમાં મોદી સરકાર ? જાણો શું છે રાજકીય સંકેત

તેમણે કહ્યુ એકંદરે આ કેન્દ્રીય બજેટ મહિલાઓ, ખેડૂતો, યુવાનો, અને નાના વેપારીઓ અને નાના ઉદ્યોગકારો સાથે દેશના સામાન્ય નાગરિકો માટે અત્યંત નિરાશાજનક છે. જ્યારે ઉદ્યોગપતિઓને મદદ કરનારુ બજેટ છે.

 

 

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:58 pm, Thu, 1 February 24

Next Video