Bhavnagar : ભાવનગરમાં કાચા કામના કેદીનું મોત, અચાનક ચક્કર આવતા ઢળી પડ્યો યુવક- Video

| Edited By: | Updated on: Oct 14, 2023 | 11:19 PM

Bhavnagar: ભાવનગરની જેલમાં કાચા કામના કેદીનું મોત થયું છે. અચાનક ચક્કર આવતા યુવાન ઢળી પડ્યો હતો. જેને હોસ્પિટલ ખસેડતા ડોકટરે મૃત જાહેર કર્યો હતો. જેલમાં બેરેક નંબર 4ના 30 વર્ષીય યુવાન જાહિદ ઉર્ફ જબ્બારનું મોત થયું. પાલીતાણા GST બોગસ બિલિંગ કેસનો આરોપી જેલમાં હતો. મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Bhavnagar: રાજ્યમાં શનિવારના દિવસે અલગ અલગ ઘટનામાં પાંચ લોકોના મોત થયા. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ છે. સૌથી પહેલા વાત ભાવનગરની જ્યાં જેલમાં કાચા કામના કેદીનું મોત થયું છે. અચાનક ચક્કર આવતા યુવાન ઢળી પડ્યો હતો. જેને હોસ્પિટલ ખસેડતા ડૉકટરે મૃત જાહેર કર્યો હતો.

આ તરફ વડોદરામાં નશામાં ધૂત ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્ર કેયુર પટેલે દંપતીને અડફેટે લીધું.જેમાં પતિનું મોત થયું. પત્ની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજકોટમાં પણ ખાડાને કારણે વધુ એક વ્યક્તિનું મોત થયું છે. આજીડેમથી કોઠારીયા ચોકડી તરફ જવાના પુલ પર રસ્તા પર ખાડાને કારણે અકસ્માત થયો હતો. જેમાં યુવકનું ઘટના સ્થળે જ મોત થયું. જ્યારે અમરેલીમાં એસટી બસ અને છકડો રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં બે લોકોના મોત થયા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે લઇ જવાયા છે.

આ પણ વાંચો: Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છવાયો ક્રિકેટ ફિવર, દેશ-વિદેશથી ચાહકો ઈન્ડિયા પાકિસ્તાનની મેચ જોવા ઉમટ્યા- જુઓ Photos

આ તરફ ભાવનગરમાંથી ફરી નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો છે. ભાવનગરના ખંઢેરા ગામેથી દાઠા પોલીસે નશાકારક સિરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. ખંઢેરા ગામે વનરાજસિંહ રાઠોડ નામના શખ્સના ઘરમાંથી 1875 નશાકારક સિરપની બોટલ ઝડપાઈ છે. પોલીસે રૂ.2 લાખ 81 હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો