Ahmedabad : અટલબ્રિજ પર ગ્લાસની આસપાસ લગાવ્યા બેરિકેડ, મુલાકાતીઓની સુરક્ષા અર્થે તંત્રએ લીધો નિર્ણય, જુઓ Video
અટલ બ્રિજ ઉપર બનાવવામાં આવેલો કાચ તૂટવાની મોટી ઘટના પછી મુલાકાતીઓની સુરક્ષા માટે અટલબ્રિજના પર આવેલા કાચની આસપાસ બેરિકેડ લગાવવામાં આવ્યા છે. જેથી મુલાકાતીઓ તેની ઉપર ઊભા ન રહે.
અમદાવાદનો અટલબ્રિજ પરથી મુલાકાતીઓ હવે કાચ પર ઉભા રહીને સાબરમતી નદીનો નજારો નહીં માણી શકે. થોડા દિવસ પહેલા હરવા-ફરવાના ખાસ આકર્ષણ એવા અટલબ્રિજ પર લાગેલા ગ્લાસમાં તિરાડ પડી હતી. જે પછી વહીવટી તંત્રએ હવે તેની આસપાસ બેરિકેડ લગાવી દીધા છે. અટલબ્રિજ પર આઠ સ્થળે કાચની આસપાસ આવી રેલિંગ લગાવવામાં આવી છે. જેથી મુલાકાતીઓ કાચ પરથી પસાર ન થાય.
મુલાકાતીઓની સુરક્ષાને ધ્યાને લઈ વહીવટી તંત્રએ ગ્લાસની આસપાસ બેરિકેડ લગાવ્યા છે. આ કાચ પાંચ લેયરના કેમિકલ સાથે 1 હજાર કિલો ભાર સહન કરવાની ક્ષમતાવાળા હોવાના સત્તાધીશોએ મસમોટા દાવા કર્યા હતા. જો કે અટલબ્રિજના કાચ પર થોડા સમયમાં જ તિરાડ પડતા તંત્રની પોલ ઉઘાડી પડી હતી.
અટલ બ્રિજ ઉપર કાચમાં તિરાડ પડી હતી
આ અગાઉ અટલ બ્રિજ ઉપર બનાવવામાં આવેલો કાચ તૂટવાની મોટી ઘટના સામે આવી હતી. આ કાચ પર એક સાથે મોટી સંખ્યા લોકો ઉભા રાખી શકે તેવી ક્ષમતા કહેતા હોવાનું જણાવવામાં આવ્યું હતું. બ્રિજ લોકાપર્ણને થોડા મહિનામાં જ કાચ તૂટ્યો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…