સુદર્શન સેતુ મુદ્દે અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસને લીધી આડેહાથ, કહ્યુ કોંગ્રેસના નેતાઓ બ્રિજની રૂબરૂ લે મુલાકાત- Video
દ્વારકામાં પડેલા ભારે વરસાદને કારણે સુદર્શન સેતુના સળિયા દેખાવા લાગ્યા હોવાનો કોંગ્રેસ પ્રહાર કરવામાં આવ્યો આ અંગે કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી ભાજપમાં ગયેલા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસને આડે હાથ લીધી. મોઢવાડિયાએ કહ્યુ મે ખુદ બ્રિજનું નિરીક્ષણ કર્યુ છે બ્રિજમાં માત્ર સામાન્ય ક્ષતિ આવી છે અને વિશ્વાસ ન હોય તો કોંગ્રેસના નેતાઓ રૂબરૂ મુલાકાત લે.
25મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવેલા દ્વારકાના સુદર્શન સેતુ બ્રિજની વર્તમાન સ્થિતિ કેવી છે તે અંગે કોંગ્રેસ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવ્યો. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો કે આ બ્રિુજની ચમક ક્યાંક ફિકી પડી ગઈ છે. જે બ્રિજને ઝગમગ કરીને ચમકાવવામાં આવ્યો હતો તે સુદર્શન સેતુ બ્રિજમાં કરોડો અબજો રૂપિયા ડૂબી ગયા હોય તેવુ લાગી રહ્યુ છે. પાંચ જ મહિનામાં બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે. આ બ્રિજના હાલમાં પોપડા ઉખડવા લાગ્યા છે. આટલા રૂપિયા ખર્ચ્યા છતા બ્રિજમાં નિમ્ન કક્ષાની કામગીરી થઈ હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો.
ત્યારે કોંગ્રેસના આરોપો પર કોંગ્રેસમાંથી જ ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયાએ પલટવાર કર્યો છે અને જણાવ્યુ કે અતિશય વરસાદના કારણે બ્રિજને સામાન્ય ક્ષતિ થઈ છે. આ સાથે મોઢવાડિયાએ અટલ સેતુને સ્થાપત્યનો ઉત્તમ નમૂનો પણ ગણાવ્યો. મોઢવાડિયાએ કોંગ્રેસના નેતાઓને અટલ સેતુની રૂબરુ મુલાકાત લઈ ખાતરી કરવાનું પણ સૂચન કર્યુ.
Input Credit- Hitesh Thakrar- Porbandar
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો