Vadodara Video : AMCએ મોકલેલા સફાઈ કર્મચારીઓને લઈ સર્જાયો વિવાદ, મનપાએ કરી સ્પષ્ટતા
વડોદરામાં સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.ઓછા સમયે શહેરની સાફસફાઈ થાય તે માટે સુરત અને અમદાવાદની ટીમોને પણ વડોદરા મોકલવામાં આવી છે. અમદાવાદ મનપાએ પણ પોતાના સફાઈ કર્મચારી વડોદરા મોકલ્યા છે.
પૂર બાદ વડોદરામાં મેઘરાજાએ વિનાશ વેર્યો છે. વડોદરામાં સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.ઓછા સમયે શહેરની સાફસફાઈ થાય તે માટે સુરત અને અમદાવાદની ટીમોને પણ વડોદરા મોકલવામાં આવી છે. અમદાવાદ મનપાએ પણ પોતાના સફાઈ કર્મચારી વડોદરા મોકલ્યા છે. ત્યારે કેટલાક સ્થાનિક સફાઈ કર્મચારીઓ પણ AMCના જેકેટ પહેરીને સફાઈ કરતા નજરે પડ્યા હતા. જેનો વીડિયો વાયરલ થયા બાદ તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા હતા.
AMCએ વડોદરાના યુવાનોને કર્યા હાયર
આ મુદ્દે AMCના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટરે સ્પષ્ટતા કરતા કહ્યું કે AMCના 250 સફાઈ કર્મચારી વડોદરામાં છેલ્લા 2 દિવસથી સેવારત છે. આ ઉપરાંત જેસીબી, ટ્રક તેમજ વાહનોની પણ સગવડ કરવામાં આવી છે. પરંતુ વાયરલ વીડિયો સામે આવ્યો છે જેના કારણે કોઇ ગેરસમજ ઊભી થઈ છે.
તો બીજી તરફ વડોદરાના મનપાના કમિશનરે કહ્યું કે અમદાવાદથી સફાઈ કર્મચારી આવ્યા છે.પરંતુ અમદાવાદની જ એજન્સીએ કેટલાક સ્થાનિક સફાઈ કર્મચારીને હાયર કર્યા છે.એટલે ટેકનિકલી રીતે તેમને AMCના હંગામી સફાઈ કર્મચારી કહી શકાય.