Banaskantha : બેસતુ વર્ષના દિવસે અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં કરાયો ફેરફાર,જુઓ Video
દિવાળીના તહેવારમાં મોટી સંખ્યામાં ભક્તો યાત્રાધામ અંબાજીએ માતાજીના દર્શન કરવા જતા હોય છે. ખાસ કરીને બેસતા વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે.
દિવાળીના તહેવારમાં મોટી સંખ્યામાં ભક્તો યાત્રાધામ અંબાજીએ માતાજીના દર્શન કરવા જતા હોય છે. ખાસ કરીને બેસતા વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે. આ વખતે તિથિને લઈ અસમંજસની સ્થિતિ ઉભી થઈ છે કે દિવાળી ક્યારે ત્યારે દર્શને આવતા ભક્તો કોઈ પ્રકારના મૂંજવણમાં ન મૂકાય તે માટે અંબાજી મંદિર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બેસતા વર્ષના દિવસે સમયમાં ફેરફાર
અંબાજી મંદિરમાં દિવાળી 1 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. બેસતુ વર્ષ બીજી નવેમ્બરે સવારે 6 વાગ્યે માતાજીની આરતી કરવામાં આવશે. જે બાદ 6.30થી 11.30 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે. બપોરના 12.30થી સાંજના 4.30 વાગ્યા સુધી મા અંબાને છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવશે. જે બાદ સાંજના 6.30થી 7.00 વાગ્યા સુધી માતાજીની વિશેષ આરતી ઉતારાશે.