Rajkot : ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે આજી નદી બે કાંઠે, રામનાથ મહાદેવ મંદિર પાસે નદીમાં આવ્યું ઘોડાપૂર, જુઓ Video
આજી નદીમાં પૂર આવતાં રામનાથ મહાદેવ મંદિરની દિવાલ પાસે એક વ્યક્તિ ફસાયો હતો. જેને સ્થાનિકોએ રેસ્ક્યુ કરી બચાવી લીધો હતો. ખોખડદર સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
Rajkot : રાજકોટમાં શનિવારે ધોધમાર વરસાદ (Heavy rain) પડ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો બીજી તરફ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે આજી નદી બે કાંઠે વહી રહી છે. જેના કારણે રામનાથ મહાદેવ મંદિર પાસે નદીમાં બીજી વખત ઘોડાપૂર આવ્યું છે.
આ પણ વાંચો Rajkot: રાજકોટના દરેક બ્રિજ પર સીસીટીવીનો અભાવ, મનપા અને પોલીસ એકબીજાને આપી રહ્યા છે ખો
આજી નદીમાં પૂર આવતાં રામનાથ મહાદેવ મંદિરની દિવાલ પાસે એક વ્યક્તિ ફસાયો હતો. જેને સ્થાનિકોએ રેસ્ક્યુ કરી બચાવી લીધો હતો. ખોખડદર સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો કર્ણકી ડેમ સંપૂર્ણ ભરાઇ જતા ડેમના 7 દરવાજા 1 ફુટ ખોલવામાં આવ્યા હતા. ડેમની આસપાસ આવેલા ગામોને એલર્ટ કરાયા છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો