Ahmedabad : કોરોનાના કેસો વધતાં લોકોની ટેસ્ટિંગ ડોમ પર તપાસ માટે ભીડ

| Edited By: | Updated on: Dec 25, 2021 | 12:48 PM

અમદવાદમાં શહેરી જનોમાં કોરોનાને લઇને ભયનો માહોલ સર્જાયો છે. તેમજ તેના પગલે ટેસ્ટિંગ ડોમ પર ભીડ જોવા મળી રહી છે.

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)નવા વેરીએન્ટ ઓમીક્રોનના(Omicron)કેસમાં વધારો થઈ રહ્યો છે. તેની સાથે સાથે કોરોનાના નવા કેસો પણ વધી રહ્યા છે. જેમાં અમદાવાદ(Ahmedabad)શહેરમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. તેમજ બે સોસાયટીને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. જેના પગલે શહેરીજનોમાં કોરોનાને લઇને ભયનો માહોલ સર્જાયો છે. તેમજ તેના પગલે ટેસ્ટિંગ ડોમ(Testing Dom) પર ભીડ જોવા મળી રહી છે.

તેમજ શહેરમાં મોટા ભાગના અર્બન હેલ્થ સેન્ટર પર RTPCR ન કરાતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. તેમજ તેના પગલે લોકોએ હવે રેપિડ એન્ટીજન ટેસ્ટ માટે મજબૂર બન્યા છે. તેમજ તેથી કોરોના ટેસ્ટિંગ ડોમ પર લોકોની ભીડ જોવા મળી રહી છે.

રાજ્યમાં ઓમિક્રોનની દહેશત વચ્ચે અમદાવાદ શહેરમાં ઓમિક્રોન વેરીએન્ટના વધુ બે કેસ નોંધાયા છે. નાઇઝીરિયા અને દુબઇથી આવેલા બે પુરુષના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે અને તેમના સેમ્પલમાં ઓમિક્રોન વેરીએન્ટ હોવાની પુષ્ટિ થઇ છે. આ બંને પુરુષમાં એક બોપલ અને એક બોડકદેવનો હોવાનું જાણવા મળ્યું છે. આ બંને સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોને હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ બે કેસ સાથે અમદાવાદ શહેરમાં ઓમિક્રોન વેરીએન્ટના કુલ 9 કેસ થયા છે.

જો કે શહેરમાં ઓમીક્રોન વેરીએન્ટ અને  કોરોનાના કેસ વધતાં મહાનગર પાલિકાએ ટેસ્ટિંગ ડોમની સંખ્યા વધારવા માટેની પણ કવાયત હાથ ધરી છે.

આ પણ વાંચો : JAMNAGAR : સરકારી ફિઝિઓથેરાપી કોલેજમાં રેગિંગ કેસ, 15 સિનિયર વિદ્યાર્થીઓએ 28 છાત્રોનું રેગિંગ કર્યાનું તપાસમાં ખુલ્યુ

અ પણ વાંચો :  SURAT : છ ફર્નિચર ઉત્પાદકો પર GST વિભાગના દરોડા, મોટી કરચોરી ઝડપાય તેવી શક્યતા

Published on: Dec 25, 2021 12:43 PM