વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ-AAP વચ્ચે થશે ગઠબંધન, કોંગ્રેસના ઉમેદવારને AAP સમર્થન આપશે, જુઓ Video

| Edited By: | Updated on: Oct 24, 2024 | 2:26 PM

Vav by-elections : પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થશે. કારણ કે વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ-AAP વચ્ચે ગઠબંધન થશે. કોંગ્રેસના ઉમેદવારને AAP સમર્થન આપશે.

વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં સૌથી મોટી ખબર સામે આવી છે. આમ આદમી પાર્ટી વાવ પેટાચૂંટણીમાં પોતાનો ઉમેદવાર નહીં ઉતારે. પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થશે. કારણ કે વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ-AAP વચ્ચે ગઠબંધન થશે. કોંગ્રેસના ઉમેદવારને AAP સમર્થન આપશે.

વાવ પેટાચૂંટણીમાં ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે, ત્યારે આપ અને કોંગ્રેસ સંયુક્ત કોન્ફરન્સ કરીને સત્તાવાર જાહેરાત કરી શકે છે. કોંગ્રેસ-AAP વચ્ચે ગઠબંધન થશે તો AAP વાવ પેટાચૂંટણીમાં પોતાનો ઉમેદવાર નહીં ઉતારે. જેથી વાવની પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસનો મુકાબલો જોવા મળશે.

મહત્વનું છે કે બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક માટે ઉમેદવારોને લઈને અસમંજસ છે, ભાજપ અને કોંગ્રેસે હજી ઉમેદવાર નથી જાહેર કર્યા. ભાજપ પણ આવતીકાલે જ ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતા છે.ભાજપ ગત વિધાનસભા ચૂંટણીમાં હારેલા સ્વરૂપજી ઠાકોરને ઉમેદવાર બનાવે તેવી શક્યતા છે.

કોંગ્રેસ તરકથી ઠાકરશી રબારીને ટિકિટ મળી શકે છે. કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂતનું નામ પણ અગ્રેસર છે. તો વાવ વિધાનસભામાં ચાર ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ગેનીબેન બનાસકાંઠાથી સાંસદ બનતા વાવ બેઠક ખાલી થઈ હતી.