રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર, ખડગે, પ્રિયંકા – સોનિયા ગાંધી રહ્યાં હાજર

|

May 03, 2024 | 4:54 PM

ઉમેદવારી નોંધાવતી વખતે રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી અને રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત હાજર રહ્યા હતા.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાયબરેલી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. આજે સવારે જ કોંગ્રેસ દ્વારા અમેઠી અને રાયબરેલીની બેઠકોની જાહેરાત કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ બપોરે 2.15 કલાકે કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવતી વખતે રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી અને રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત હાજર રહ્યા હતા.

આજે 3 મેના રોજ સવારે રાહુલ ગાંધી વિશેષ વિમાન માર્ગે દિલ્હીથી ફુરસતગંજ પહોંચ્યા હતા. ત્યાંથી અમેઠી થઈને રાયબરેલી પહોચ્યાં હતા. રાયબરેલીમાં કોંગ્રેસ કાર્યાલયમાં પૂજા કર્યા બાદ રાહુલ ગાંધીનો રોડ શો નીકળ્યો હતો. આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રાહુલ ગાંધી વાયનાડથી પણ ચૂંટણી લડી રહ્યાં છે. વાયનાડમાં બીજા તબક્કામાં મતદાન સંપન્ન થઈ ગયુ છે. રાયબરેલીમાં પાંચમાં તબક્કામાં  એટલે કે 20મી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાશે

Next Video