વડોદરા હરણી તળાવ દુર્ઘટના CCTV આવ્યા સામે, હરણી લેક ઝોનમાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓ દેખાયા- વીડિયો
વડોદરામાં હરણી તળાવ દુર્ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. હરણી લેક ઝોનમાં વિદ્યાર્થીઓ પ્રવેશતા હોય તેવા વીડિયો સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં કુલ 14ના મોત થયા છે. જેમા 12 વિદ્યાર્થીઓ છે અને 2 શિક્ષિકાના મોત થયા છે.
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં શિક્ષકો સહિત 27 બાળકો ડૂબ્યા. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકોને હરણી તળાવની મુલાકાતે લઈ ગયા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડવામાં આવ્યા. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતાં 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં કુલ 14 લોકોના મોત થયા છે.જેમાં બે શિક્ષક અને 12 બાળક હોવાની માહિતી છે. વડોદરામાં હરણી તળાવ દુર્ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. હરણી લેક ઝોનમાં વિદ્યાર્થીઓ પ્રવેશતા હોય તેવા વીડિયો સામે આવ્યા છે.
કોન્ટ્રાક્ટરની બેદરકારી કહો કે પછી શાળા સંચાલકની પણ એક બેદરકારીએ શિક્ષકો સહિત 14 બાળકોનો જીવ લઈ લીધો છે. મહત્વનું છે કે, વિદ્યાર્થીઓને લાઈફ જેકેટ વિના જ બેસાડ્યા હતા. આ ઘટનાને લઈને વાલીઓમાં આક્રંદ છે અને હોય પણ કેમ નહીં. કેમકે બેદરકારોના પાપે તેમના વ્હાલસોયા બાળકો ખોઈ દીધા છે. જોકે, NDRF અને ફાયર વિભાગે 10 બાળકો અને 2 શિક્ષકોને બચાવી સારવાર હેઠળ ખસેડ્યા છે. હાલ NDRF અને ફાયર વિભાગ દ્વારા ઘટનાસ્થળે રેસ્ક્યૂ કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
શાળા સંચાલક અને બોટના કોન્ટ્રાક્ટર બંને ફરાર થઈ ગયા છે. સનરાઈઝ સ્કૂલનું સંચાલન વાડિયા પરિવાર કરે છે. રૂસી વાડિયા અને તેમના માતા શાળાના માલિક છે. જે હાલ ફરાર છે. બોટનો કોન્ટ્રાક્ટર પણ ફરાર છે. ત્યારે સવાલ એ છે કે, આ માસૂમો મોતના જવાબદાર કોણ ? બોટિંગ પહેલા વિદ્યાર્થીઓને કેમ ન પહેરાવાયા લાઈફ જેકેટ ? આ વ્હાલસોયા બાળકોના હત્યારાઓ ક્યાં છે ? ત્યારે હવે આ જવાબદારો સામે કડક પગલા લઈ દાખલો બેસાડાય તે જરૂરી છે.