કચ્છના કોઠારા ગામે નવા પુલના કામને લઇને સ્થાનિકો વિરોધ નોંધાવી રહ્યા છે. જો ઘટનાની વાત કરીએ તો કોઠારા ગામે જર્જરિત પુલના નવિનીકરણની મંજૂરી મળતા જૂનો પૂલ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જર્જરિત બની ગયેલો પુલ તળાવ ઉપરથી પસાર થાય છે અને ગામમાં પ્રવેશવાનો એકમાત્ર વિકલ્પ છે. પુલ તોડી પાડવાથી ગ્રામજનોને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો : Gujarati Video : વનવિભાગના પાપે અગરિયાઓની દયનીય સ્થિતિ ! કચ્છના અગરિયાઓએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર, જુઓ Video
વિદ્યાર્થીઓ સહિત દર્દીને ઈમરજન્સીમાં હોસ્પિટલમાં પહોંચાડવા માટે ભારે મુશ્કેલી સર્જાય છે. ગ્રામજનો ડાયવર્ઝનની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામા આવે તેવી રજૂઆત કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ગ્રામજનોએ એકઠા થઇને નલિયા પ્રાંત કચેરીમા આવેદનપત્ર આપી યોગ્ય ડાયવર્ઝન બનાવવાની તથા પંચાયતને વિશ્વાસમાં લઇને વૈક્લિપક રસ્તાની વ્યવસ્થા કરવાની માગ કરી છે.
આ અગાઉ રાજકોટના જસદણમાં ભાદર નદીનો પુલ જર્જરિત હાલતમાં હોવાના ટીવીનાઈનના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. જસદણના બાયપાસ રોડ પર આવેલો ભાદર નદીનો પુલ અત્યંત જર્જરિત હાલતમાં હતો. જે બાદ ઊંઘતું તંત્ર સફાળું જાગ્યું અને યુદ્ધના ધોરણે રોડ અને પુલનું સમારકામ હાથ ધર્યું હતું.
Published On - 9:43 am, Tue, 14 February 23