સુરત : પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય, જુઓ વીડિયો

|

Jul 27, 2024 | 9:26 AM

સુરત : સુરતીઓ બદતર હાલતનો સામનો કરી રહ્યા છે. પૂર્ણ પાણી ઓસર્યા બાદ મચ્છરો અને ગંદકીના ઉપદ્રવથી લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. તંત્ર દ્વારા સોયાયટીઓના સરવે પહેલા સાફસફાઇ કરીને ભીનુ સંકેલી લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સુરતવાસીઓને ખાડીપૂરના પાણીથી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.તો બીજી તરફ હકીકત કઇક અલગ જ છે.તંત્ર દ્વારા સોસાયટીઓમાં સાફસફાઇ કર્યા પહેલા જ આરોગ્ય વિભાગ સરવે કરી રહ્યું છે.તો રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે.

સુરતમાં વરસાદે વિરામ લેતા પાણી ઓસરવાની શરૂઆત થઇ ગઇ છે.પણ તમે હકીકત જોઇને ચોંકી જશો પાણી ઓસરવાની સાથે જ મુશ્કેલીમાં વધારો થયો છે.કારણ કે અહીં અનેક સોસાયટીઓમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.

તો બીજી તરફ તંત્ર દ્વારા ગંદકીની સફાઇ ન કરતા સુરતવાસીઓ જાતે જ સાફસફાઇ કરવા મજબુર બન્યા છે.અને લોકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે.જો ગંદકીને લીધે રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ એ પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે.

Next Video