સુરતમાં સાસ્કમા કોલેજના પ્રોફેસરે ABVPનો ખેસ પહેરી અભ્યાસ કરાવ્યાનો એનએનયુઆઇનો આક્ષેપ, રાજીનામાની માંગ

|

Dec 25, 2021 | 2:24 PM

એનએસયુઆઇ દ્વારા આ મુદ્દે યુનિવર્સિટી પરિસરમાં પ્રોફેસર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ તેમના રાજીનામાંની માંગ કરી હતી.

ગુજરાતના(Gujarat) સુરતમાં(Surat)સાસ્કમા કોલેજના પ્રોફેસરે એબીવીપી( ABVP)નો ખેસ પહેરી અભ્યાસ કરાવ્યો હોવાનો એનએસયઆઇના કાર્યકરોએ આક્ષેપ કર્યો છે. જેમાં પ્રોફેસર ચિંતન મોદીએ ABVPનો ખેસ પહેરી વિદ્યાર્થીને ભણાવતા વિવાદ સર્જાયો છે. તેમજ સુરત શહેર NSUIએ વિરોધ નોંધાવી કુલપતિને આવેદન પત્ર આપ્યું હતું. તેમજ પ્રોફેસર ચિંતન મોદી પાસે માફીનામું લખાવવા રજૂઆત કરી હતી.

આ ઉપરાંત એનએસયુઆઇ દ્વારા આ મુદ્દે યુનિવર્સિટી પરિસરમાં પ્રોફેસર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ તેમના રાજીનામાંની માંગ કરી હતી. તેમજ કહ્યું કે આ રીતે ભાજપ સમર્થિત સ્ટુડન્ટ યુનિયનનો ખેસ પહેરી અભ્યાસ કરાવવો યોગ્ય નથી. તેમજ આ અંગે યુનિવર્સિટી દ્વારા પ્રોફેસર વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાવા જોઇએ જેના લીધે ભવિષ્યમાં કોઇ પણ પ્રોફેસર આ પ્રકારનું વર્તન કરતા પૂર્વે વિચાર કરે.

આવેદનપત્રમાં થયેલા આક્ષેપ મુજબ, કોલેજના ભૂતપૂર્વ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અને હાલમાં બી.એ. વિષયના પ્રોફેસર તરીકે કાર્યરત ચિંતન મોદી દ્વારા કોલેજની અંદર વર્ગખંડમાં વિદ્યાર્થીઓને ભેગા કરીને એબીવીપીનો ખેસ પહેરી અભ્યાસ કરાવી રહ્યા છે. આ ગંભીર બાબત છે.

આ એક પ્રકારે રાજકીય પક્ષનો પ્રચાર ગણી શકાય અને તે મુદ્દે કડક કાર્યવાહી હાથ ધરવી જોઇ એ. બીજીબાજુએ ચિંતન મોદીએ જણાવ્યુ હતુ કે, બાબાસાહેબ નિર્વાણ દિવસ નિમિત્તે કોલેજમાં બાબાસાહેબ આંબેડકરના જીવન પર એક ભાષણ આપ્યુ હતુ, જે એબીવીપી દ્વારા આયોજિત કાર્યક્રમનો એક ભાગ હતો.

આ પણ વાંચો :  Ahmedabad : કોરોનાના કેસો વધતાં લોકોની ટેસ્ટિંગ ડોમ પર તપાસ માટે ભીડ

આ પણ વાંચો : JAMNAGAR : સરકારી ફિઝિઓથેરાપી કોલેજમાં રેગિંગ કેસ, 15 સિનિયર વિદ્યાર્થીઓએ 28 છાત્રોનું રેગિંગ કર્યાનું તપાસમાં ખુલ્યુ

Published On - 1:34 pm, Sat, 25 December 21

Next Video