Rain News : છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 12 ઈંચ વરસાદ નોંધાયો, જુઓ Video
છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 12 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભરુચના વાલિયામાં 5 ઈંચથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદાના સાગબારામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 12 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભરુચના વાલિયામાં 5 ઈંચથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદાના સાગબારામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ખેરગામમાં પણ 2.9 ઈંચ વરસાદ નોંધાયો છે. આ તરફ 22 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે.આગામી 2 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.