અમદાવાદ ખાતે પ્રવાસી ગુજરાતી પર્વની ઉજવણીના બીજા દિવસે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ આપી હાજરી

|

Feb 11, 2024 | 7:34 PM

TV9 નેટવર્ક અને એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઈન નોર્થ અમેરિકા (AIANA) દ્વારા આયોજિત પ્રવાસી ગુજરાતી પર્વમાં દેશ અને દુનિયાની અનેક નામાંકિત હસ્તીઓ ભાગ લઈ રહી છે. આજે બીજા દિવસે વિશ્વભરમાં ફેલાયેલા દિગ્ગજ ગુજરાતીઓ એક જ છત નીચે એક મંચ પર જોવા મળ્યા છે. અમદાવાદમાં આજે બીજા દિવસે પણ પ્રવાસી ગુજરાતી પર્વનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં વિશ્વના 40 દેશમાંથી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. આજે બીજા દિવસે મંત્રી મનસુખ માંડવીયા આ પર્વમાં પહોંચ્યા હતા. જય તેમણે દેશ વિદેશ થી આવેલા ગુજરાતીઓ સાથે ચર્ચા કરી છે.

અમદાવાદમાં પ્રવાસી ગુજરાતી પર્વની બીજી શ્રૂખંલાના બીજા દિવસે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ હાજરી આપી. કાર્યક્રમની પ્રશંસા કરતા વિશ્વના ગુજરાતીઓને એક મંચ પર લાવવાનું કામ કરવા બદલ TV9ની ટીમને અભિનંદન આપ્યા. ત્યા આવેલા દેશ-વિદેશના ડેલિગેટ્સને મળીને ચર્ચા પણ કરી.

મંત્રીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું કે, પ્રવાસી ગુજરાતી માટેની આ સમગ્ર ઉજવીમાં વિદેશના લોકોને આ પર્વમાં હાજરી આપી Tv9ના આમંત્રણને માન આપી તેઓ અહીં પહોંચ્યા છે. ગુજરાતીઓ માટે આ કાર્યક્ર્મ આયોજન કરવા બદલ મનસુખ માંડવીયાએ Tv9ના પ્રયાસને બિરદાવ્યો હતો અને આ કાર્યક્રમમાં સહભાગી થવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

વધુમાં તેમણે કહ્યું, હું વ્યક્તિગત આ કાર્યક્રમમાં વિદેશથી આવેલા લોકોને મળ્યો. અનેક દેશો કોઈક લંડન કોઈક અમેરિકા કોઈક ફિજીથી આવ્યું છે. માંડવીયાએ કહ્યું આ તમામ લોકો પોતે ગુજરાતી છે તેવા ગર્વ સાથે અહી આવી પહોંચ્યા છે.

આ પણ વાંચો : PGP 2024 : શેમારૂના કેતન મારૂએ પ્રવાસી ગુજરાતી પર્વના મંચ પર કર્યો ખુલાસો, કેવી રીતે પડ્યું કંપનીનું નામ

Next Video