Junagadh Rain Video : ઉપરવાસમાં ભારે વરસાદથી વંથલીનો ઓઝત વિયર ડેમ ઓવરફ્લો, આસપાસના ગામોને એલર્ટ કરાયા

|

Jul 19, 2024 | 3:57 PM

જુનાગઢના વંથલી ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં અને સોરઠ પંથકમાં ભારે વરસાદને કારણે પાણીની આવક થઇ છે. ખેડૂતોનો જીવાદોરી સમાન ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો છે. હાલ ડેમમાં 10,000 ક્યુસેક પાણીની આવક થઈ છે.

મેઘરાજાએ સૌરાષ્ટ્રને ધમરોળી રહ્યાં છે. જેના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે જુનાગઢના વંથલી ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં અને સોરઠ પંથકમાં ભારે વરસાદને કારણે પાણીની આવક થઇ છે. ખેડૂતોનો જીવાદોરી સમાન ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો છે. હાલ ડેમમાં 10,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઓઝત વિયર ડેમ 1.20 મીટરથી ઓવરફ્લો થયો છે. જેના પગલે વંથલી,આખા,ટીકર સહિતના ગામોને એલર્ટ કરાયા છે. નદીના પટમાં લોકોને ન જવા તંત્ર દ્વારા સૂચના અપાઈ છે.

ચરેલ ગામમાં એક કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો

બીજી તરફ રાજકોટના જામકંડોરણા શહેર અને ગ્રામ્યમાં ભારે વરસાદ પડ્યો છે. ચરેલ ગામે એક કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. નદીમાં પૂર આવતા જામકંડોરણા તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ચરેલ ગામે ભારે વરસાદથી રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદના પગલે નદી-નાળા બે કાંઠે વહેતા થયાં છે. તેમજ ચિત્રાવડ, ચાવંડી, બાલાપર, ખાટલી, બરડીયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

 

 

Next Video