Ahmedabad News : આશ્રમ રોડની માઉન્ટ કાર્મેલ સ્કુલનું સ્ટ્રક્ચર નબળું હોવાનો ખુલાસો, જુઓ Video

| Edited By: | Updated on: Aug 07, 2024 | 12:10 PM

ગુજરાતમાં વરસાદી માહોલના પગલે અનેક જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવી છે. ત્યારે અમદાવાદના આશ્રમ રોડની માઉન્ટ કાર્મેલ સ્કુલનું સ્ટ્રક્ચર નબળું હોવાનો ખુલાસો થયો છે. સ્કૂલનું સ્ટ્રકચર 89 ટકા નબળુ હોવાનું તપાસમાં સામે આવ્યુ છે.

સરકારી શાખા GERI દ્વારા રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. ગત વર્ષે વાલીઓના હોબાળા બાદ સ્ટ્રકચરનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. કાર્યપાલક ઈજનેરની ભલામણને આધારે સેમ્પલ લેવાયા હતા. સ્કૂલના સ્થળ ફેરફાર માટે તજવીજ હાથ ધરવા સુચના આપવામાં આવી હતી. આગામી સમયમાં કાર્યાપાલક ઈજનેર દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે.

નારાયણ સ્કૂલની દિવાલ ધરાશાયી

બીજી તરફ વડોદરાના વાઘોડીયા રોડ પર આવેલી નારાયણ સ્કૂલની દિવાલ ધરાશાયી થઈ હતી. છતા ધરાશાયી થતા એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. પ્રાપ્તથતી માહિતી અનુસાર ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક વિદ્યાર્થીને ત્રણ ટાંકા લેવામાં આવ્યો હતો.