અમદાવાદમાંથી ઝડપાયેલા નકલી જજની તમામ ડીગ્રી માન્યતા વગરની અને બનાવટી હોવાનો ખુલાસો, જુઓ Video
અમદાવાદમાંથી ઝડપાયેલા નકલી જજના કેસમાં સતત ખુલાસા થઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં નકલી જજે AMCના પ્લોટ પર કરેલા ખોટા દાવાનો ખુલાસ થયો છે. AMCના જવાબદાર અધિકારીઓ સામે વિજિલન્સ તપાસ સામે થશે.
અમદાવાદમાંથી ઝડપાયેલા નકલી જજના કેસમાં સતત ખુલાસા થઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં નકલી જજે AMCના પ્લોટ પર કરેલા ખોટા દાવાનો ખુલાસો થયો છે. AMCના જવાબદાર અધિકારીઓ સામે વિજિલન્સ તપાસ સામે થશે. 2019માં નકલી જજ મોરિસ ક્રિશ્ચિયનેખોટા ઓર્ડર કર્યા હતા.
ખોટા ઓર્ડર કરાયા છતાં AMCના અધિકારીઓ બેદરકારી દાખવી હતી. પાંચ વર્ષ સુધી AMC ના અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી નથી. તો બીજી તરફ નકલી લવાદ જજ મોરીસ ક્રિશ્ચિયનના રિમાન્ડ દરમિયાન એક બાદ એક કરતૂતો સામે આવી રહી છે.પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી મોરીસ ક્રિશ્ચિયન તમામ ડીગ્રીની માન્યતા વગરની અને બનાવટી છે.
કારંજ પોલીસ મથકે વધુ એક ગુનો નોંધાયો
બીજી તરફ અમદાવાદમાં નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન વિરુદ્ધ કારંજ પોલીસ મથકે વધુ એક ગુનો નોંધાયો છે. બીજી ફરિયાદ સિટી સિવિલ કોર્ટના રજિસ્ટ્રાર હાર્દિક દેસાઇએ નોંધાવી છે. અન્ય એક આરોપી વકીલ એસ.વી.રાવલ સામે પણ ગુનો દાખલ થયો છે.
AMCની માલિકીની જમીન પચાવી પડવા ખોટા દસ્તાવેજ બનાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગુનાહીત સિન્ડીકેટ રચી ઓર્ગનાઇડ ક્રાઇમ મુજબ ગુનો કર્યાનો ઉલ્લેખ કર્યો છે. 3 નવેમ્બર સુધી આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન પોલીસ રિમાન્ડ પર છે.