Gir somanath:પ્રખ્યાત જમજીર ધોધનું રૌદ્રરૂપ, નજીક જવા પર પ્રતિબંધ

|

Jul 16, 2022 | 10:54 PM

ગીર સોમનાથ (Gir somnath) જિલ્લાના જામવાળા સ્થિત આવેલા પ્રખ્યાત જમજીર ધોધનું (Jamzir waterfall ) રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે, ગીરના જંગલમાં પડેલા ભારે વરસાદના પગલે જમજીર ધોધમાં પુષ્કળ પાણીની આવક થઈ છે

ગીર સોમનાથ (Gir somnath) જિલ્લાના જામવાળા સ્થિત આવેલા પ્રખ્યાત જમજીર ધોધનું (Jamzir waterfall ) રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે, ગીરના જંગલમાં પડેલા ભારે વરસાદના પગલે જમજીર ધોધમાં પુષ્કળ પાણીની આવક થઈ છે, ગીર જંગલમાં આવતા સહેલાણીઓ અચૂક જમજીર ધોધની મુલાકાત લે છે, પરંતુ હાલ ધોધનું ભયજનક સ્વરૂપ જોતા સહેલાણીઓ માટે ધોધ પાસે જવાની મનાઈ કરવામાં આવી છે. ધમમસતું પાણી જે રીતે વહી રહ્યું છે તે દ્રશ્ય રૂંવાડા ઉભાં કરી દેનારું છે. ગીર જંગલમાં છેલ્લા કેટલાક દિવસથી અનરાધાર વરસાદ થઈ રહ્યો છે. અને પાણીની પુષ્કળ આવક થઈ છે ત્યારે વિવિધ જળાશયો અને ડેમ છલકાઈ ગયા છે.

વરસાદ બાદ પ્રકૃતિના જોવા મળ્યા સૌમ્ય અને રૌદ્ર રૂપ

વરસાદ બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે ત્યારે ચોતરફ હરિયાળી જોવા મળી રહી છે ગિરનાર પર્વત ઉપર પણ આહલાદક  દ્રશ્ય જોવા મળી રહ્યા છે. જોકે જ્યાં જ્યાં પાણીનો ભરપૂર પ્રવાહ આવી રહ્યો છે ત્યાં ડેમ અને ધોધના ભયજનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ થયો છે. અને ચારે તરફ ગામમાં પાણી ભરાઈ જતા લોકોને નુકસાન પણ થયું છે.

હિરણ ડેમ ગીર સોમનાથ જિલ્લાનો સૌથી મોટો ડેમ છે. આ ડેમ ઓવરફલો થયો હતો. ગીર સોમનાથમાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા છે. કોડીનાર નજીક વિઠ્ઠલપુરથી પસાર થતી શાંગાવાડી નદીમાં પૂર આવ્યા છે.ગીરની નદીઓનો રમણીય નજારો જોવા સહેલાણીઓ ઉમટી પડતા હતા. જોકે તંત્ર દ્વારા નદી નાળા અન ધોધથી લોકોને દૂર રહેવાની સૂચના આપવામાં આવી હતી.

Next Video