અમદાવાદ વીડિયો : મોબાઈલ ચોરી કરી વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયુ, 2 આરોપીની ધરપકડ

|

Feb 11, 2024 | 2:21 PM

અમદાવાદમાં મોબાઈલ ચોરી વિદેશ મોકલવાનું કૌભાંડ પકડાયું છે. ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલ ચોરીના બે આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ ચોરેલા મોબાઈલના લોક તોડી નેપાળ-બાંગ્લાદેશ મોકલતા હોવાનું સામે આવ્યુ છે.

રાજ્યમાં અવારનવાર ચોરીની ઘટના બનતી હોય છે. ત્યારે અમદાવાદમાં મોબાઈલ ચોરી કરી વિદેશ મોકલવાનું કૌભાંડ પકડાયું છે. ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલ ચોરીના બે આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ ચોરેલા મોબાઈલના લોક તોડી નેપાળ-બાંગ્લાદેશ મોકલતા હોવાનું સામે આવ્યુ છે. 58 મોંઘા મોબાઈલ સાથે ઝારખંડના 2 આરોપી ઝડપાયા હતા. આરોપીઓને ઝારખંડમાં મોબાઈલ ચોરીની તાલીમ આપવામાં આવતી હતી. ફોનની ચોરી કરવા ચોરને માસિક 25 હજારના પગારથી નોકરીએ રાખતા હતા. ભીડવાળી જગ્યાએથી આરોપીઓ મોબાઈલની ચોરી કરતા હતા.

બીજી તરફ ગાંધીનગરના ગિફ્ટસિટીમાં પર્સ ચોરી અને ATM ચોરીને અંજામ આપતા બે રીઢા ચોરને LCBએ ઝડપી પાડ્યા હતા. આરોપીએ ગિફ્ટસિટીમાંથી વેપારીના પર્સની ચોરી કરી હતી. પર્સમાં જ ડેબિટ કાર્ડનો પાસવર્ડ લેખેલો હોવાથી આરોપીએ ATMમાં જઈને 1.30 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. આરોપીઓ રૂપિયાની ઉઠાંતરી માટે ATMમાં ગયા ત્યારના સીસીટીવીના આધારે પોલીસે આરોપીને દોબોચી લીધા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video