ઈતિહાસમાં પ્રથમવાર દ્વારકાધીશ મંદિરના શિખર પર 6 ધ્વજા ચઢાવાઈ, જુઓ Video

|

Jul 04, 2023 | 2:47 PM

દ્વારકાધીશ મંદિરના શિખર પર અલગ અલગ 6 ધ્વજા લહેરાવામાં આવી. વાવાઝોડાને લીધે જે ભાવિકોની ધ્વજા મંદિરના શિખર પર ચડાવાઈ શકી ન હતી. જેના કારણે હવે દરરોજ 15 દિવસ સુધી 5ને બદલે 6 ધ્વજા ચઢાવવામાં આવશે.

Devbhumi Dwarka : પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધીશ મંદિરના (Dwarkadhish Temple) શિખર પર અલગ અલગ 6 ધ્વજા લહેરાવામાં આવી. વાવાઝોડાને લીધે જે ભાવિકોની ધ્વજા મંદિરના શિખર પર ચડાવાઈ શકી ન હતી. જેના કારણે હવે દરરોજ 15 દિવસ સુધી 5ને બદલે 6 ધ્વજા ચઢાવવામાં આવશે. સવારે 4 ધ્વજા અને સાંજે 2 ધ્વજા મંદિરે ચઢાવાશે.

આ પણ વાંચો Dwarka: Cyclone Biporjoy બાદ દ્વારકામાં લોકો બન્યા ઘર વિહોણા, જીવન નિર્વાહ કરવું બન્યું મુશ્કેલ, જુઓ Video

દ્વારકાધીશ મંદિર પર દરરોજ જુદા જુદા ભક્તો દ્વારા પાંચ ધ્વજા ચઢાવવામાં આવે છે. બિપરજોય વાવાઝોડાના સંદર્ભે ભાવિકોની ધ્વજા મંદિરના શિખર ઉપર ચડી શકી ન હોતી. તેથી હવે વેઈટિંગ લિસ્ટમાં રહેલા લોકોની ધ્વજા ચઢાવાની મનોકામના પુરી થશે અને 15 દિવસ સુધી રોજ 6 ધજા ચઢાવવામાં આવશે. દરરોજ સવારે ત્રણ અને સાંજે બે એમ પાંચ ધ્વજા ચઢાવાતી હતી. જે હવે સવારે ચાર અને સાંજે બે એમ કુલ છ ધ્વજા મંદિરના શિખર પર ચઢાવવામાં આવશે.

દેવભૂમિ દ્વારકા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video