આજરોજ ભગવાન દ્વારકાધીશ મંદિરમાં પૂજારી પરિવાર તેમજ ભક્તો દ્વારા રથયાત્રાનો ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો. ચાંદીના રથમાં બિરાજમાન ઠાકોરજીના બાળ સ્વરૂપની મંદિર પરિસરમાં પરિક્રમા કરવામાં આવી હતી. દરેક રથની પરિક્રમા બાદ ભગવાન દ્વારકાધીશને ભોગ સામગ્રી તેમજ આરતી કરવામાં આવી હતી. સમયસર અને સારા વરસાદ માટે ભગવાન દ્વારકાધીશના રથને, ભગવાન દ્વારકાધીશ મંદિર પરિસરમાં આવેલ દેવકી માતાના મંદિરના સ્તંભ સાથે રથ અથડાવાયો હતો. આ એક પરંપરા છે. એવુ માનવામાં આવે છે કે, શ્રીજીના રથને આ રીતે સ્તંભ સાથે અથડાવાથી આકાશી વાદળો બંધાય છે અને સચરાચર સારો વરસાદ વરસે છે. જેના કારણે સારો પાક થાય છે અને ખેડુત લોકોના ઘર ધનધાન્યથી ભરાય છે....