Ahmedabad : ઓગણજ ખાતે આયોજિત મંડળી ગરબામાં ફાયરિંગ, આયોજકોએ ગરબા બંધ કરવા પડ્યા, જુઓ Video

|

Oct 10, 2024 | 9:10 AM

નવરાત્રિનો પર્વ સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં નવરાત્રિની ઉજવણી ગરબા સાથે ઉત્સાહપૂર્વક થતી હોય છે. ખાસ કરીને અમદાવાદમાં ખેલૈયાઓ જુદા જુદા પાર્ટી પ્લોટમાં ગરબા રમવા માટે જતા હોય છે. જો કે અમદાવાદમાં આવા જ એક ગરબા આયોજન દરમિયાન ફાયરિંગ થવાની ઘટના સામે આવી છે.

નવરાત્રિનો પર્વ સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં નવરાત્રિની ઉજવણી ગરબા સાથે ઉત્સાહપૂર્વક થતી હોય છે. ખાસ કરીને અમદાવાદમાં ખેલૈયાઓ જુદા જુદા પાર્ટી પ્લોટમાં ગરબા રમવા માટે જતા હોય છે. જો કે અમદાવાદમાં આવા જ એક ગરબા આયોજન દરમિયાન ફાયરિંગ થવાની ઘટના સામે આવી છે. જેના પગલે ગરબા આયોજકો દોડતા થઇ ગયા હતા.

અમદાવાદ શહેરમાં ચાલુ ગરબા દરમ્યાન ફાયરિંગ થવાની ઘટના બની છે. ઓગણજ ખાતે આયોજિત મંડળી ગરબામાં ફાયરિંગ થયુ હતુ. વહેલી સવારે બે જૂથ વચ્ચે માથાકૂટ બાદ અજાણ્યા શખ્સે હવાામાં ફાયરિંગ કર્યું હતુ. ફાયરિંગની ઘટના બાદ મંડળી ગરબા આયોજકોએ ગરબા બંધ કરવા પડ્યા હતા.

ફાયરિંગ સમયે અનેક લોકો ગરબા રમી રહ્યા હતા. ફાયરિંગ કરનાર શખ્સને હાજર સુરક્ષાકર્મીઓએ ગરબા આયોજન સ્થળેથી ખસેડ્યો હતો.

Next Video