Loading video

બટાકાનું ઉત્પાદન કરતા ખેડૂતો ચિંતામાં, સાબરકાંઠામાં આ કારણથી થઈ પરેશાની

| Updated on: Jan 10, 2024 | 8:23 PM

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં બટાકાનુ વાવેતર કરતા ખેડૂતો ની હાલત હાલ કફોડી બની છે મોટા ભાગના ખેતરમાં સુકારા અને ફૂગ જન્ય રોગ જોવા મળતા ખેડૂતો ચિંતા સતાવવા લાગી છે. ખેડૂતોને બટાકાની સાઈઝ નાની થવાની ચિંતા સતાવવા લાગી છે અને જો આમ થશે, તો ખર્ચ પણ નિકળવાનું મુશ્કેલ બની શકે છે.

સાબરકાંઠા જીલ્લામાં 24 હજાર હેક્ટર કરતા વધુ બટાકાનુ વાવેતર કરવામાં આવ્યુ છે. જેમાં મોટા ભાગના ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મીંગ દ્વારા ખેતી કરી રહ્યા છે. બટાકાની ખેતી પાછળ એક વીઘા દીઠ 50 થી 55 હજારનો ખર્ચ થાય છે. હાલની પરિસ્થિતિ એવી બની છે કે બટાકા ના પાક માં સુકારાનો રોગ જોવા મળ્યો છે. જેને લઈને બટાકા ના પાન બગડી ગયા છે અને ખેતર જાણે કે સુકાઈ ગયુ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે તો મૂળ પણ કોવાઈ ગયા છે. હડીયોલ ગામની વાત કરવામાં આવે તો અહીં 70 ટકાથી પર વધુ બટાકા નુ વાવેતર કરવામાં આવ્યુ છે. મોટા ભાગના ખેતરોમાં સુકારાનો રોગ જોવા મળ્યો છે.

સતત વાદળ છાયા વાતાવરણ અને સવારે બટાકાના પાન પર ઝાકળ પડવાને લઈને આ સુકારો આવ્યો હોય તેવુ ખેડૂતો માની રહ્યા છે. તો આ ઉપરાંત ફુગ જન્ય કોઈ રોગચાળો આવ્યો હોય તેવુ પણ ખેડૂતો માની રહ્યા છે. આ સુકારા ને લઈ બટાકા ના પાન તો ઠીક પણ મુડીયા પણ કોવાઈ ગયા છે. આમ તો કોન્ટ્રાક્ટ ફાર્મિગમાં 45 એમ એમ કરતા વધુની બટાકા સાઈઝ થાય તો ખેડૂતોનો પાક વેપારી લઈ શકે.

આ પણ વાંચો: દીવના દરિયાકાંઠે જામ્યો બીચ ગેમ્સ 2024 નો માહોલ, પ્રવાસીઓએ ઉઠાવી પૂરી મોજ, જુઓ

પરંતુ હાલ તો ખેડૂતો ના બટાકાની સાઈઝ 30 થી 35 એમએમ જ થઈ છે. જેને લઈને આ બટાકા તો ગ્રેડીંગમાં જ નીકળી જતા હોય છે ખેડૂતો ને ભારે નુકસાન થઈ શકે તેમ છે. વાવેતર પાછળ કરેલ ખર્ચ ઉપરાંત 20 થી 25 હજારની દવાઓનો છંટકાવ કરવા છતા પણ આ સુકારાનો નિવેળો આવતો નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 10, 2024 08:22 PM