Vadodara : શિક્ષણ વિભાગના પરિપત્ર વિરુદ્ધ વાલીઓનો મોરચો, નિર્ણયની અમલવારી આ વર્ષ પૂરતી ટાળવા માગ

|

Feb 02, 2023 | 1:05 PM

2020 ના પરિપત્ર મુજબ નવા શૈક્ષણિક સત્ર જૂન 2023 થી 6 વર્ષ પૂરા કરનાર બાળકને જ ધો 1 માં પ્રવેશ મળશે. શિક્ષણ વિભાગના નિર્ણયના કારણે સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ધો-1 માં પ્રવેશથી વંચિત રહેશે. એક અંદાજ મુજબ આશરે 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ નિર્ણયથી પ્રભાવિત થશે.

શિક્ષણ વિભાગના 2020 ના પરિપત્રને લઇને વડોદરામાં વાલીઓએ મોરચો માંડ્યો છે. કમાટીબાગ ખાતે વાલીઓએ આંદોલન શરૂ કર્યું છે. તો સાથે 2020ના પરિપત્રની અમલવારી ટાળવા બાળકોએ PM, CM, શિક્ષણપ્રધાન તથા ચીફ જસ્ટિસને પોસ્ટકાર્ડ લખી અપીલ કરી છે. મહત્વનું છે કે 2020 ના પરિપત્ર મુજબ નવા શૈક્ષણિક સત્ર જૂન 2023 થી 6 વર્ષ પૂરા કરનાર બાળકને જ ધો 1 માં પ્રવેશ મળશે. શિક્ષણ વિભાગના નિર્ણયના કારણે સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ધો-1 માં પ્રવેશથી વંચિત રહેશે. એક અંદાજ મુજબ આશરે 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ નિર્ણયથી પ્રભાવિત થશે. વિદ્યાર્થીઓને સીનીયર કેજી રીપીટ કરવું પડશે અથવા તો ડ્રોપ લેવો પડશે તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે, ત્યારે વાલીઓ આ નિર્ણયની અમલવારી આ વર્ષ પૂરતી ટાળવા માગ કરી રહ્યા છે.

નિર્ણયનો વિરોધ કેમ ?

આપને જણાવી દઈએ કે, નવા શૈક્ષણિક સત્રમાં ધો-1માં પ્રવેશ માટે બાળકોની વય મર્યાદામાં સુધારો કરાયો. જૂન 2023થી 6 વર્ષ પૂરા કરનાર બાળકને જ ધો-1માં પ્રવેશ મળશે. સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ઉંમરબાધના પગલે ધો-1માં પ્રવેશથી વંચિત રહેશે. આપને જણાવી દઈએ કે, આશરે 3 લાખથી વધુ વિદ્યાર્થીઓને પરિપત્રથી અસર થવાની સંભાવના. વિદ્યાર્થીઓને સીનીયર કેજી રીપીટ કરાવું પડે અથવા ડ્રોપ લેવો પડે તેવી સ્થિતિ. તો શિક્ષણ વિભાગે 2020માં જ આ અંગેનો પરિપત્ર કરી દીધો. સરકારે કે શાળાએ નવા નિયમની યોગ્ય જાહેરાત ના હોવાની દલીલ કરી. તો કોવિડ સમયે પ્રચાર થયો હોત તો ઓનલાઇન વખતે જ ડ્રોપ લેવડાવવાની પણ દલીલ કરવામાં આવી રહી છે.

Published On - 12:54 pm, Thu, 2 February 23

Next Video