Vadodara Video : બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ ગુજરાતમાં ચિંતા વધી, વડોદરામાં ભણતાં બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ બેઠક યોજાઈ

| Edited By: | Updated on: Aug 07, 2024 | 11:42 AM

વડોદરામાં ભણતાં બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. બાંગ્લાદેશના 80 વિદ્યાર્થીઓ MS યુનિવર્સિટીમાં ભણે છે. તેમજ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની સુરભાને લઈ તંત્ર સતર્ક બન્યુ છે. બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્વિત કરવા બેઠકમાં યોજવામાં આવી હતી.

બાંગ્લાદેશ હિંસાની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. તેમજ બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાજ ભારતમાં ચિંતા વધી છે. વડોદરામાં ભણતાં બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. બાંગ્લાદેશના 80 વિદ્યાર્થીઓ MS યુનિવર્સિટીમાં ભણે છે. તેમજ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની સુરભાને લઈ તંત્ર સતર્ક બન્યુ છે. બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્વિત કરવા બેઠકમાં યોજવામાં આવી હતી. યુનિવર્સિટીમાં ઈન્ટરનેશનલ અફેર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા બેઠક યોજાઈ હતી.

ગુજરાત યુનિવર્સિટીમાં ભણતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ માટે આપી સૂચના

બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીમાં ભણતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ માટે સત્તાવાર રીતે સૂચના જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત કોઈપણ વિદ્યાર્થીને અમદાવાદ ના છોડવા માટે સૂચના આપી દેવાઈ છે. જો કોઈ કારણોસર અમદાવાદની બહાર જવાનું થાય તો ફરજિયાત પણે યુનિવર્સિટીમાં જાણ કરવા અને મંજૂરી માગવાની સૂચના આપવામાં આવી છે. એટલું જ નહી પરંતુ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા અભ્યાસ કરી રહેલા તમામ 20 વિદ્યાર્થીઓ સાથે ઈમરજન્સી બેઠક કરવામાં આવી હતી.