આણંદ: ધારાસભ્ય કિશોર કાનાણીની પત્રની અસર, તો શું તોડકાંડનો આરોપ સાચો?

| Edited By: | Updated on: Nov 07, 2023 | 9:15 PM

વાસદ ટોલ પ્લાઝા પર પોલીસ કર્મચારીઓ ખાનગી માણસોને સાથે રાખીને દરરોજ વાહન ચેકિંગ કરતા હોય છે. ત્યારે હવે એક પણ કર્મચારી જોવા મળતો નથી. ત્યારે લોકોમાં ચર્ચા છે કે, આ ધારાસભ્યનો પત્રની અસર છે? મુંબઈથી સૌરાષ્ટ્ર જવા માટેનો આ મુખ્ય માર્ગ છે.

સુરતના વરાછા રોડના ધારાસભ્ય કિશોર કાનાણીએ ગંભીર આરોપ લગાવ્યો હતો કે આણંદ પોલીસ સૌરાષ્ટ્ર તરફ જતી ગાડીઓને રોકી તોડ કરે છે. ગૃહ રાજ્યપ્રધાનને લખાયેલા પત્ર બાદ હવે વાસદ ટોલ પ્લાઝા પર પોલીસની સૂચક ગેરહાજરી દેખાઈ રહી છે.

આ પણ વાંચો બોરસદમાં સરણાઈકુઈ ગામ પાસે પરિવારને નડ્યો ભયાનક અકસ્માત, જુઓ ઘટનાના સીસીટીવી

વાસદ ટોલ પ્લાઝા પર પોલીસ કર્મચારીઓ ખાનગી માણસોને સાથે રાખીને દરરોજ વાહન ચેકિંગ કરતા હોય છે. ત્યારે હવે એક પણ કર્મચારી જોવા મળતો નથી. ત્યારે લોકોમાં ચર્ચા છે કે, આ ધારાસભ્યના પત્રની અસર છે? મુંબઈથી સૌરાષ્ટ્ર જવા માટેનો આ મુખ્ય માર્ગ છે. તો પોલીસે કેમ વાહન ચેકિંગ નથી કરતી તે સવાલ પણ એ તરફ ઈશારો કરે છે કે, શું ધારાસભ્યના આક્ષેપો સાચા છે? હવે આ મામલે શું તપાસ થશે, તે ચર્ચાએ જોર પકડ્યું છે.

આણંદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો