અંબાજી પંથકમાં ભૂંડ પકડવાની કામગીરી હાથ ધરાઈ, યાત્રિકોની સલામતીને ધ્યાને રાખી નિર્ણય- જુઓ Video

|

Oct 26, 2024 | 3:19 PM

દિવાળીના સમયમાં મોટી સંખ્યામાં ભક્તો અંબાજી મંદિરે ઉમટી પડતા હોય છે.ત્યારે અનેક વખત અંબાજીના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓનો ત્રાસ જોવા મળે છે.જેથી અકસ્માત સર્જાવાની પણ શક્યતાઓ રહે છે.

દિવાળીના સમયમાં મોટી સંખ્યામાં ભક્તો અંબાજી મંદિરે ઉમટી પડતા હોય છે.ત્યારે અનેક વખત અંબાજીના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓનો ત્રાસ જોવા મળે છે.જેથી અકસ્માત સર્જાવાની પણ શક્યતાઓ રહે છે.

બીજી તરફ અંબાજી નગરને સ્વચ્છ રાખવાના પણ ભરપૂર પ્રયાસો થઇ રહ્યા છે. તેવામાં અંબાજી પંથકના અનેક વિસ્તારોમાં ભૂંડના કારણે ગંદકીમાં વધારો થયો હોય તેવું સામે આવ્યું છે. ગંદકીના કારણે યાત્રિકોને પણ અણગમો થાય છે અને આ સાથે જ અગવડતા પડે છે. જેને લઇ અંબાજી મંદિરના અધિક કલેકટર કૌશિક મોદીએ પંથકમાં રખડતા પશુઓ તેમજ ભૂંડ પ્રજાતિના પ્રાણીઓને પકડવાની કામગીરી કરવાનો આદેશ આપ્યો છે.

અંબાજી ગ્રામપંચાયત તેમજ ભૂંડ પકડનાર ટીમને સજ્જ કરી રખડતા પશુઓથી મુક્ત કરવા સાથે ગંદકી ભર્યા ભૂંડ પ્રજાતિના પ્રાણીઓથી મુક્ત કરવા જણાવ્યું છે. જેને લઇ કર્મચારીઓ કામે લાગી ગયા છે.

( વીથ ઈનપુટ – ચિરાગ અગ્રવાલ, બનાસકાંઠા ) 

Next Video