Ahmedabad: ઓનલાઈન ઓર્ડર કરતા થેપલાની ડીશ જેટલા જ કન્ટેનરનો ચાર્જ વસૂલાયો, રેસ્ટોરન્ટની મનમાની, જુઓ Video

|

Aug 09, 2023 | 6:48 PM

અમદાવાદમાં ઓનલાઈન ઓર્ડર કરીને રેસ્ટોરન્ટમાં થી થેપલા મંગાવતા જેટલા રુપિયાની ડીશ એટલા રુપિયા કન્ટેનરના પણ વસુલ કરવામાં આવ્યા છે. જેનુ બીલ સોશિયલ મીડિયા પર શેર કરતા જ મામલો ચર્ચામાં આવ્યો છે.

 

અમદાવાદમાં ઓનલાઈન ઓર્ડર કરીને રેસ્ટોરન્ટમાં થી થેપલા મંગાવતા જેટલા રુપિયાની ડીશ એટલા રુપિયા કન્ટેનરના પણ વસુલ કરવામાં આવ્યા છે. જેનુ બીલ સોશિયલ મીડિયા પર શેર કરતા જ મામલો ચર્ચામાં આવ્યો છે. થેપલા જંક્શન દ્વારા આપવામાં આવેલા આ થેપલાનો ચાર્જ 60 રુપિયા બીલમાં દર્શાવ્યો હતો. સાથે જ થેપલાના કન્ટેનરના પણ આટલા જ રુપિયા વસુલવામાં આવ્યા હતા. આમ કન્ટેનરનો ચાર્જ પણ ડીશના જેટલા જ પ્રમાણમાં વસુલવાને મામલો હવે સોશીયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છવાયો છે.

ઓફીસમાં કામ કરતી યુવતીએ થેપલા ઓનલાઈન મંગાવ્યા હતા અને તેમને આ પ્રકારનુ બીલ આપવામાં આવ્યુ હતુ. જેને લઈ યુવતીએ ઓનલાઈન ડિલિવરી આપનાર કંપનીએ જવાબ આપ્યો હતો કે, આ જવાબદારી રેસ્ટોરન્ટની છે. ગ્રાહક ખૂશ્બૂએ બતાવ્યુ હતુ કે, આ માટે ડિલિવરી કરનારી કંપનીની પણ કંઈક જવાબદારી હોવી જોઈએ. જોકે હવે થેપલા જંક્શન દ્વારા ટેલીફોનીક રીતે બતાવ્યુ હતુ કે, આ કન્ટેનર ફુડ સેફ્ટી માટે હોય છે અને આ માટે ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

 

Next Video