અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે, 50 લાખ જેટલા ભક્તોને નિ:શુલ્ક ભોજન પીરસાશે
પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી મહાકુંભ શરૂ થવા જવા જઈ રહ્યો છે. ત્યારે મહાકુંભ મેળા 2025માં ગુજરાતી ઉદ્યોગપતિ અને વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓમાંથી એક ગૌતમ અદાણીની આગેવાની હેઠળનું અદાણી ગ્રુપ મહાકુંભમાં લોકોની ‘મહા’ સેવા કરવા માટે તૈયાર છે. અદાણી ગ્રુપ દ્વારા ઇસ્કોન સાથે મળી કુંભ મેળામાં મહાપ્રસાદ સેવા દ્વારા લાખો ભક્તોને મફત ભોજન આપવામાં આવશે.
પ્રયાગરાજ કુંભના મેળામાં ભક્તોને મફત ભોજન મળશે. મહાકુંભમાં આવતા લાખો ભક્તોને અદાણી ગ્રુપ અને ઇસ્કોન દ્વારા ‘મહાપ્રસાદ સેવા’થી મફત ભોજન પૂરું પાડવામાં આવશે. પ્રયાગરાગમાં યોજનારા મહાકુંભ મેળામાં ગુજરાતી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી દ્વારા દરરોજ 1 લાખ શ્રદ્ધાળુઓને નિ:શુલ્ક ભોજન પ્રસાદી અપાશે.
અદાણી ગ્રુપ મહાકુંભમાં લોકોની ‘મહા’ સેવા કરશે
પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી મહાકુંભ શરૂ થવા જવા જઈ રહ્યો છે. ત્યારે મહાકુંભ મેળા 2025માં ગુજરાતી ઉદ્યોગપતિ અને વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓમાંથી એક ગૌતમ અદાણીની આગેવાની હેઠળનું અદાણી ગ્રુપ મહાકુંભમાં લોકોની ‘મહા’ સેવા કરવા માટે તૈયાર છે. અદાણી ગ્રુપ દ્વારા ઇસ્કોન સાથે મળી કુંભ મેળામાં મહાપ્રસાદ સેવા દ્વારા લાખો ભક્તોને મફત ભોજન આપવામાં આવશે.
દરરોજ 1 લાખથી વધુ ભક્તો મફતમાં ભોજન લેશે
13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનાર મહાકુંભ મેળામાં લગભગ 40 કરોડ શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચે તેવી અપેક્ષા રખાઈ રહી છે. દેશ અને દુનિયાભરમાંથી કરોડો લોકો કુંભમાં હાજરી આપવાના છે. ત્યારે ગૌતમ અદાણી અને ઈસ્કોન દ્વારા આયોજીત મહાપ્રસાદથી દરરોજ 1 લાખથી વધુ ભક્તો મફતમાં ભોજનનો લાભ લઈ શકશે. મહાકુંભ દરમિયાન 50 લાખ ભક્તો માટે મહાપ્રસાદ સેવાનું આયોજન કરાશે. ઇસ્કોને મહાકુંભના મેળા વિસ્તારમાં અને તેની બહાર મહાપ્રસાદ તૈયાર કરવા માટે 2 રસોડા તૈયાર કર્યા છે. મહાકુંભમાં 40 સ્થળોએ ભક્તો માટે મહાપ્રસાદ સેવા ઉપલબ્ધ રહેશે. આ સેવામાં 2500 સ્વયંસેવકો યોગદાન આપશે.
ઇકો-ફ્રેન્ડલી પ્લેટ પર પીરસવામાં આવશે ભોજન
મહાકુંભમાં અદાણી ગ્રુપ અને ઈસ્કોન દ્વારા આયોજિત મહાપ્રસાદમાં રોટલી, દાળ, ભાત, શાક અને મીઠાઈઓનું ભોજન આપવામાં આવશે. પ્રસાદ ભક્તોને પાંદડામાંથી બનેલી ઇકો-ફ્રેન્ડલી પ્લેટ પર પીરસવામાં આવશે. આ માટે 40 એસેમ્બલી પોઈન્ટ નક્કી કર્યા છે જ્યાંથી ભક્તોને પ્રસાદનું વિતરણ કરાશે. એટલું જ નહીં અદાણી ગ્રૂપે આ કુંભમેળામાં આવતા વિકલાંગ વ્યક્તિઓ, વૃદ્ધો અને બાળકો માટે ખાસ ગોલ્ફ કાર્ટની વ્યવસ્થા કરી છે. તો આ સમયગાળા દરમિયાન ગીતા સારની 5 લાખ નકલો પણ ભક્તોને વહેંચવામાં આવશે.