બનાસકાંઠાઃ ધાનેરામાં વિધર્મી સ્પા સંચાલક પર દિલ્હીની યુવતી સાથે દુષ્કર્મનો આરોપ, જુઓ

| Edited By: | Updated on: Jun 10, 2024 | 8:57 PM

દિલ્હીની યુવતીએ દુષ્કર્મ આચર્યો હોવાનો વિધર્મી યુવક સામે આરોપ લગાવવામાં આવ્યો છે. ધાનેરા પોલીસે સ્પા સંચાલક કેડી ખાનની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે. સ્પાના બિઝનેશમાં યુવતીને ભાગીદાર બનાવવા માટેની લાલચ આપી હતી. યુવક મહિલાનું ગળુ દબાવતો હોવાના વીડિયો પણ સામે આવ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આવેલા એક સ્પાના સંચાલક વિરુદ્ધ દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. સ્પાની આડમાં ગોરખધંધા ચાલતા હોવાના પણ આરોપ લાગ્યા છે. દિલ્હીની યુવતીએ દુષ્કર્મ આચર્યો હોવાનો વિધર્મી યુવક સામે આરોપ લગાવવામાં આવ્યો છે. ધાનેરા પોલીસે સ્પા સંચાલક કેડી ખાનની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે. સ્પાના બિઝનેશમાં યુવતીને ભાગીદાર બનાવવા માટેની લાલચ આપી હતી. આ માટે યુવતીએ ભાગીદારી કરવા માટે ત્રણ લાખ કરતા વધારેની રકમ યુવક કેડી ખાનને આપી હતી.

મૂળ રાજસ્થાનનો યુવક ધાનેરામાં સ્પા સેન્ટર ખોલીને ધંધો કરી રહ્યો હતો. યુવક મહિલાનું ગળુ દબાવતો હોવાના વીડિયો પણ સામે આવ્યા છે અને તે સ્પાની આડમાં ગોરખધંધા ચલાવતો હોવાના આરોપ પણ લાગ્યા છે. ધાનેરા પોલીસે આરોપને પગલે હવે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

આ પણ વાંચો:  આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો