વીડિયો : અયોધ્યાના રામ મંદિરમાં અમદાવાદના 450 કિલોના નગારાનો ગુંજશે નાદ, જાણો શું છે તેની ખાસિયત

| Edited By: | Updated on: Dec 29, 2023 | 3:08 PM

અયોધ્યાના રામ મંદિરમાં અમદાવાદમાં બનેલુ નગારુ પોતાનો નાદ ગુંજતો કરશે. ડબગર સમાજ દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં નગારાને સ્થાન આપવામા આવ્યું છે. ડબગર સમાજ વિશાળા નગારુ બનાવાયુ છે. 25 થી 30 કારીગરોએ દિવસ-રાત અથાગ મહેનત કરીને આ નગારું બનાવ્યું છે.

જાન્યુઆરી મહિનામાં અયોધ્યા રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. ત્યારે અયોધ્યાના રામ મંદિરમાં અમદાવાદમાં બનેલુ નગારાનો નાદ ગુંજતો રહેશે. ડબગર સમાજ દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં નગારાને સ્થાન આપવામા આવ્યું છે. ડબગર સમાજે વિશાળ નગારુ બનાવ્યુ છે. 25 થી 30 કારીગરોએ દિવસ-રાત અથાગ મહેનત કરીને આ નગારું બનાવ્યું છે.

શું છે આ નગારાની વિશેષતા ?

અમદાવાદના ડબગર સમાજ દ્વારા બનાવાયેલા વિશાળ અને વજનદાર નગારાને શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં સ્થાન આપવામા આવ્યું છે. આ નગારાનું વજન 450 કિલો છે અને તે 56 ઇંચ પહોળું છે. નગારાને બનાવવામાં રૂપિયા 8 લાખનો ખર્ચ થયો છે. આ નગારું રામ મંદિરના પ્રવેશ દ્વાર ખાતે આરતી કરવા માટે ખાસ રીતે બનાવવામાં આવ્યું છે.નગારું પર સોના અને ચાંદીનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. 1 હજાર વર્ષના અંદાજિત આયુષ્ય સાથે નગારું બનાવમાં આવ્યું છે.

આ પણ વાંચો-પોલીસની આખમાં ધૂળ નાખવા બુટલેગરોએ ગુજરાતમાં દારુ ઘૂસાડવા અપનાવ્યો નવો નુસ્ખો, પરંતુ પોલીસે ઝડપી લીધો જથ્થો, જુઓ વીડિયો

પ્રાણ પ્રતિષ્ઠા સમયે ડબગર સમાજ વગાડશે નગારુ

નગારાને રામ, સીતા માતા અને લક્ષ્મીજીની રજૂઆત દર્શાવતા રથ દ્વારા પૂરક બનાવવામાં આવ્યું છે. 25 થી 30 કારીગરોએ અથાગ મહેનત કરી આ નગારું બનાવ્યું છે.આ નગારા પર બારીક કોતરણી કરવામાં આવી છે. 25 ડિસેમ્બર આ નગારું અયોધ્યા મોકલવામાં આવશે.22મી જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમયે ડબગર સમાજ દ્વારા નગારુ વગાડવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 18, 2023 03:13 PM