રાજ્યની યુનિવર્સિટીઓમાંથી ભરતી સંદર્ભે સરકારને મળી 30 જેટલી ફરિયાદ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Feb 13, 2024 | 2:01 PM

રાજ્યની યુનિવર્સિટીઓમાં ભરતી સંદર્ભે સરકારને વ્યાપક ફરિયાદ મળી હોવાનું સામે આવ્યુ છે. રાજ્યની 13 યુનિવર્સિટીમાંથી લગભગ 30 જેટલી ફરિયાદો મળી આવી છે. પરંતુ સરકારે ફરિયાદ અંગે કોઈ કમિટીની રચના કરી નથી

રાજ્યની યુનિવર્સિટીઓમાં ભરતી સંદર્ભે સરકારને વ્યાપક ફરિયાદ મળી હોવાનું સામે આવ્યુ છે. રાજ્યની 13 યુનિવર્સિટીમાંથી લગભગ 30 જેટલી ફરિયાદો મળી આવી છે. પરંતુ સરકારે ફરિયાદ અંગે કોઈ કમિટીની રચના કરી નથી. ગુજરાત યુનિવર્સિટી સામે 3 અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સામે 7 ફરિયાદ મળી છે. આ ઉપરાંત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી સામે પણ 7 જેટલી ફરિયાદ કરવામાં આવેલી છે.

સરદાર પટેલ યુનિવર્સિટી સામે 2 તેમજ કચ્છ યુનિવર્સિટી સામે 2 ફરિયાદ મળી છે. બીજી તરફ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સામે 1 ફરિયાદ કરવામાં આવી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સામે 1 ફરિયાદ કરવામાં આવી છે. તેમજ બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી સામે 1 ફરિયાદ મળી છેય આ ઉપરાંત ગોવિંદ ગુરુ યુનિવર્સીટી સામે 1 ફરિયાદ નોંધાઈ છે. મહારાજા સયાજી રાવ યુનિવર્સિટી સામે 1 ફરિયાદ કરવામાં આવી છે. IITE ગાંધીનગર સામે પણ 3 ફરિયાદ મળી છે.
મહારાજ કૃષ્ણ કુમાર યુનિ. સામે 1 ફરિયાદ નોંધવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો