GIR SOMNATH : 15 દિવસ પહેલા તળિયાઝાટક હિરણ-2 ડેમ છલોછલ ભરાયો, ડેમનો 1 દરવાજો ખોલાયો

|

Sep 15, 2021 | 6:54 PM

જે હીરણડેમના થોડા દીવસ પહેલા તળીયા દેખાયા હતા, તે ગીરની જીવાદોરી સમા હીરણ ડેમ પર મેઘરાજા એ મહેર કરતા બે દિવસમા ગીર જંગલ મા મૂશળધાર વરસાદના કારણે ડેમ છલોછલ ભરાયો છે.

GIR SOMNATH :ગીર જંગલમાં પડેલા ભારે વરસાદને કારણે હિરણ-2 ડેમ પૂર્ણ સપાટીએ ભરાયો છે. ડેમની સલામતીને ધ્યાને લઈને ડેમનો 1 દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યોજેથી ડેમના નિચાણવાળા ગામોને સાવચેત કરવામાં આવ્યાં છે. તાલાલા તાલુકાના ઉમરેઠી, માલજીંજવા અને વેરાવળ તાલુકાના 11 ગામો ભેરાળા, મંડોર, ઇશ્વરીયા, ઇન્દ્રોઇ, નાવદ્રા, સોનારીયા, સવની બાદલપરા, મીઠાપુર, કાજલી, પ્રભાસપાટણને સાવચેત કરવામા આવ્યા છે.

આ ઉપરાંત ગીરસોમનાથ ની જીવાદોરી સમો હીરણ ડેમ- 2 છલકાતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. તેમજ આસપાસના ખેડૂતોએ નવા નીરમા ચૂંદડી શ્રીફળ પધરાવી જય સોમનાથના નાદ સાથે નવા નીરનું પૂજન કર્યું હતું.જે હીરણડેમના થોડા દીવસ પહેલા તળીયા દેખાયા હતા, તે ગીરની જીવાદોરી સમા હીરણ ડેમ પર મેઘરાજા એ મહેર કરતા બે દિવસમા ગીર જંગલ મા મૂશળધાર વરસાદના કારણે ડેમ છલોછલ ભરાયો છે.ડેમ ની કૂલ સપાટી 444 ફૂટ છે.જેમા હાલ 443 ફૂટ પાણી ભરાયું છે.

રાજ્યમાં 13 અને 14 સપ્ટેમ્બરે વરસાદે સૌરાષ્ટ્રને અને ખાસ કરીને રાજકોટ, જુનાગઢ, જામનગર અને ગીરસોમનાથ જિલ્લામાં કહેર મચાવ્યો હતો. ગુજરાત માં સતત વરસી રહેલા વરસાદને કારણે નદીઓ અને ડેમોમાં પાણીની આવક વધી છે. તેવા સમયે ગીર સોમનાથનીસરસ્વતી નદી પર બે કાંઠે વહેતી થઈ છે. જો કે આ નદીના ધસમસતા પ્રવાહના જીવન જોખમે કેટલાક યુવાનો છલાંગ લગાવતા જોવા મળી રહ્યાં છે. જો કે નદીમાં પાણી આવતા લોકોમાં ઉત્સાહનો માહોલ છે. તેમજ આગામી દિવસોમાં હજુ પણ વધુ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

આ પણ વાંચો : BANASKANTHA : થરા નગરપાલિકાની ચૂંટણી પહેલા પૂર્વ પ્રમુખ સહીત કોંગ્રેસના 50 કાર્યકરો ભાજપમાં જોડાયા

Published On - 6:49 pm, Wed, 15 September 21

Next Video