Mumbai: કસ્ટમ વિભાગને ચેકિંગ દરમિયાન મોટી સફળતા, 1.49 કરોડ રૂપિયાના હીરા તસ્કરીનો થયો પર્દાફાશ-જુઓ Video

|

Aug 12, 2023 | 10:21 AM

કસ્ટમ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 'જપ્ત કરાયેલા હીરા ચાના પેકેટની અંદર છુપાવવામાં આવ્યા હતા'. ન્યૂઝ એજન્સી એએનઆઈએ ચાર પેકેટની અંદરથી હીરા કાઢવાનો વીડિયો પણ જાહેર કર્યો છે.

Mumbai : મુંબઈ એરપોર્ટ પરથી 1.49 કરોડ રૂપિયાના 1559.6 કેરેટ હીરા સાથે એક ભારતીય નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ એર કસ્ટમ્સે 9 ઓગસ્ટે આ વ્યક્તિની ધરપકડ કરી હતી અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો. કસ્ટમ વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

આ પણ વાંચો : Mumbai News: મુંબઈના નાલાસોપારામાં હથિયારો સાથે બેની ધરપકડ, 5 તલવાર અને 15થી વધુ ચપ્પા મળી આવ્યા

કસ્ટમ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ‘જપ્ત કરાયેલા હીરા ચાના પેકેટની અંદર છુપાવવામાં આવ્યા હતા’. ન્યૂઝ એજન્સી એએનઆઈએ ચાર પેકેટની અંદરથી હીરા કાઢવાનો વીડિયો પણ જાહેર કર્યો છે. વીડિયો જાહેર કરતા લખ્યું કે, ‘9 ઓગસ્ટના રોજ મુંબઈ એર કસ્ટમ્સે દુબઈ જઈ રહેલા એક વ્યક્તિ પાસેથી 1.49 કરોડ રૂપિયાના 1559.6 કેરેટના હીરા જપ્ત કર્યા હતા, જે ચાના પેકેટમાં છુપાયેલા હતા. મુસાફરની ધરપકડ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

ચાના પેકેટમાંથી મળ્યા હીરા

મુંબઈ એર કસ્ટમ્સ દ્વારા જપ્ત કરવામાં આવેલા હીરા 1559.6 કેરેટ કુદરતી અને લેબ બનાવવામાં આવ્યા હતા, જેની કિંમત 1.49 કરોડ રૂપિયા છે. કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું હતું કે જપ્ત કરાયેલા હીરા ચાના પેકેટમાં છુપાવવામાં આવ્યા હતા. જણાવ્યું કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

આ અગાઉ કોચીન કસ્ટમ્સના અધિકારીઓએ શુક્રવારે ઇન્ડિગો એરલાઇન્સના વિમાનના પાછળના ટોઇલેટમાંથી આશરે રૂપિયા 85 લાખનું સોનું રિકવર કર્યું હતું. અધિકારીઓએ કહ્યું હતું કે, બે ત્યજી દેવાયેલા બેગમાંથી સોનું પેસ્ટના રૂપમાં મળી આવ્યું હતું. આ સોનાનું વજન લગભગ 1,709 ગ્રામ હતું.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:21 am, Sat, 12 August 23

Next Video