Banaskantha : પ્રેમિકાને મળવા ગયેલા યુવકને મળી તાલીબાની સજા, યુવકને દોરડાથી બાંધી, વાળ કાપી માર્યો માર, જુઓ Video
બનાસકાંઠામાં ફરી એક વાર યુવકને તાલીબાની સજા આપતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પ્રેમિકાને મળવા ગયેલા યુવકને તાલીબાની સજા આપવામાં આવી હોવાનું સામે આવ્યુ છે. યુવકને માર મારી વાળ કાપી નાખતા હોય તેવી વીડિયો વાયરલ થયો છે.

બે મિત્ર સાથે યુવક પ્રેમિકાને મળવા જતા લોકોએ માર માર્યો હતો. ત્રણેય યુવકને દોરડાથી બાંધીને તાલીબાની સજા આપતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. કેટલાક શખ્સો યુવકો સાથે દાદાગીરી કરતા નજરે પડ્યાં છે. તો કાયદો હાથમાં લેનારા લોકો સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.પરંતુ વાયરલ વીડિયોની Tv9 પુષ્ટિ કરતું નથી.
વાદી સમુદાયના ભિક્ષા માગતા યુવકને માર્યો હતો માર
તો આ અગાઉ પણ બનાસકાંઠાનો તાલીબાની સજાનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયો વાવના તિર્થગામનો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યુ હતુ. વાદી સમુદાયના બે યુવાનોએ ભિક્ષા માગતા સમયે મહિલાઓના ફોટા પાડ્યા હોવાની શંકાના આધારે સ્થાનિકોએ તેમને પકડ્યા હતા અને તેમના સમાજના આગેવાનોને સોંપ્યા હતા. સમાજના આગેવાનોએ બંને યુવાનોને મહિલાઓના કપડાં પહેરાવી ગળામાં ચપ્પલનો હાર પહેરાવી, માર મારી તાલિબાની સજા આપી હતી.