Rajkot : ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ, જુઓ Video
રાજકોટમાં ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે. ધોરણ 12માં ભણતી વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવી રહ્યું છે. વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી હોટલમાં લઈ જઇ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આરોપી સૈફ મેમણની પોલીસે ધરપકડ કરી છે. પીડિતાનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આચર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જો કે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં પાંચ વર્ષમાં બળાત્કારની ઘટનાઓ !
ગુજરાતમાં પાંચ વર્ષમાં બળાત્કાર અને સામુહિક બળાત્કારના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વર્ષ 2019-20માં સામુહિક દુષ્કર્મની 29 ઘટના, બળાત્કારની 2200 ઘટના બની છે. તો વર્ષ 2020-21માં સામુહિક દુષ્કર્મની 27 ઘટના, બળાત્કારની 2076 ઘટના બની છે. વર્ષ 2021-22માં સામુહિક દુષ્કર્મની 32 ઘટના, બળાત્કારની 2239 ઘટના બની. વર્ષ 2022-23માં સામુહિક દુષ્કર્મની 36 ઘટના, બળાત્કારની 2209 ઘટના બની. વર્ષ 2023-24માં સામુહિક દુષ્કર્મની 31 ઘટના, બળાત્કારની 2095 ઘટના છે. બળાત્કારના 194 કેસમાં ગુનેગારો હજુ પણ ફરાર છે.